મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્લેટ ધારકોનો વિશ્વાસ કેળવી ૬૦.૫૧ લાખની છેતરપિંડી કરનાર બિલ્ડરની ધરપકડ


SHARE











મોરબીમાં ફ્લેટ ધારકોનો વિશ્વાસ કેળવી ૬૦.૫૧ લાખની છેતરપિંડી કરનાર બિલ્ડરની ધરપકડ

મોરબીમાં બીલ્ડર દ્વારા જુદાજુદા ત્રણ લોકોને ફ્લેટ આપવાની વાત કરીને ત્રણેય પાસેથી કુલ મળીને રૂપિયા ૬૦.૫૧ લાખ જેવી માતબર રકમ લઈ લેવામાં આવી હતી અને ત્રણેય ફ્લેટના અન્ય લોકોને દસ્તાવેજ કરી આપવામાં આવ્યા હતા જેથી છેતરપિંડીની એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે બિલ્ડરની ધરપકડ કરી હતી

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે થોડા સમય પહેલા મોરબીમાં રહેતા ધિરજલાલ જાદવજીભાઇ વરમોરા જાતે પટેલ (૪૦) એ રાજેશભાઇ થોભણભાઇ સનીયારા જાતે પટેલ રહે.મોરબી વાળાની સામે ફરીયાદ નોંધાવી હતી કે, રાજેશભાઇ સનીયારાએ ફરીયાદી ધિરજલાલ અને અન્ય બે સાહેદને કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ પોતની સાઇડ માધાપર સર્વે નં.૧૨૫૯ (જુના સર્વે નં.૪૦૪) વાળી જગ્યાએ કે જયાં હાલમાં સાત માળની બીલ્ડીંગનું કામકાજ ચાલુ હતુ.તેમાથી સાતમા માળે આવેલ ફલેટ નંબર ૭૦૧ અને ફ્લેટ નં.૭૦૨ રૂપીયા ૫૪,૦૦,૦૦૦ માં આપવાનો વિશ્વાસ આપીને ફરીયાદી ધિરજલાલ તથા સાહેદ પાસેથી ટુકડે ટુકડે રૂપીયા ૪૫,૫૦,૦૦૦ લઇ સોદાખત કરી આપ્યા હતા

તેમજ અન્ય સાહેદ મગનભાઇ લક્ષ્મણભાઇ મેરજાને ફલેટ નંબર ૨૦૧ રૂપિયા ૩૫,૦૦,૦૦૦ માં આપવાનું નક્કી કરીને તે પેટ મગનભાઇ પાસેથી કટકે કટકે રૂપિયા ૧૫,૦૧,૦૦૦ મેળવી લઇને ત્રણેયને વિશ્વાસમાં રાખીને ઉપરોકત ત્રણેય ફલેટના અન્ય વ્યક્તિઓને દસ્તાવેજ કરી આપ્યા હતા..! અને ફરીયાદી ધિરજલાલ તથા સાહેદોને તેઓના રૂપીયા પરત ન આપીને તેમજ ફલેટ પણ નહિં આપીને કુલ રૂા.૬૦,૫૧,૦૦૦ ની છેતરપીંડી કરવામાં આવી હતી જેથી કરીને આઇપીસી કલમ ૪૦૬ અને ૪૨૦ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એમ.પી.સોનારા દ્વારા આરોપી રાજેશભાઇ થોભણભાઇ સનીયારા જાતે પટેલ (૪૨) રહે. ધનકુવર એપાર્ટમેંટ વિવેકાનંદ સોસાયટી શેરી નંબર-૨ મોરબી વાળાની ધરપકડ કરી હતી અત્રે ઉલેખનીય છે કે, આરોપી આગોતરા જમીન સાથે આવેલ હોય પોલીસે તેની જરૂરી પૂછપરછ કરીને જમીન મુક્ત કરેલ છે






Latest News