મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ચારિત્ર્યનિર્માણનું મૂળ કામ કરતી આનંદાલય સંસ્થા દ્વારા શિક્ષકદિને અનોખી પહેલ


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ચારિત્ર્યનિર્માણનું મૂળ કામ કરતી આનંદાલય સંસ્થા દ્વારા શિક્ષકદિને અનોખી પહેલ

ચારિત્ર્ય નિર્માણ જ આ દેશની આજની સર્વોત્તમ જરૂરિયાત છે. એટલે જ આનંદાલયે सर्वम् शिलवता जितम्|’ ને ધ્યેયમંત્ર બનાવેલ છે. આનંદાલયની સ્થાપના ૧ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ ગુજરાત યુનિ.ના અધ્યાપક ડૉ. અતુલભાઈ ઉનાગર (ભાઈજી) દ્વારા કરવામાં આવેલ છે. જે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કાર્યરત છે.

શિક્ષણ થકી દૃષ્ટિ-સંપન્ન જીવન આપવાનું આનંદાલયનું ધ્યેય છે. કેમકે દૃષ્ટિ-સંપન્ન વ્યક્તિ જ પોતાના અને સમાજના વિકાસ માટે હંમેશા કાર્યરત રહે છે. પ્રશિક્ષિત તથા ચારિત્ર્યથી ઓતપ્રોત આનંદાલયના સાધકો સમાજની સમસ્યાઓની પીડા લઈને સ્વ-જીવનને કલ્યાણકારી કાર્યોમાં સમર્પિત કરે છે. પરિપક્વ સાધકોનાં સમર્પિત જીવનો જ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરે છે. આનંદાલયનો હેતુ વ્યક્તિઘડતર દ્વારા સમાજ વિકાસ અને સમાજ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરવાનો છે.

આનંદાલય જીવન-શિક્ષણના વિવિધ આયામો અને પ્રકલ્પો ચલાવે છે. જેના થકી વ્યક્તિને જીવન-દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. દૃષ્ટિસંપન્ન વ્યક્તિ જ જીવનભર પોતાના અને બીજાના વિકાસ માટે કાર્યરત બને છે. આ જ ઉપક્રમે શિક્ષક-દિનના આગલા દિવસે 04 સપ્ટેમ્બર, 2022ને રવિવારે બપોરના 02 થી સાંજના 06 સુધી મોરબીના સાર્થક વિદ્યા મંદિરમાં   કાર્યશાળા યોજવામાં આવી છે જે શિક્ષક એવું માને છે કે શીખવું એ આજીવન ચાલતી પ્રક્રિયા છે અને શીખવું એ મારી પોતાની જરૂરિયાત છે તેવા સમર્પિત ૩૦ સાધક જે આ કાર્યશાળામાં અગાઉથી જ નોંધાયેલા છે. આ કાર્યશાળામાં તત્વજ્ઞાની અને પાંડુરંગ સ્વાધ્યાયી માનનીય   હેમાબેન પ્રદ્યુમનભાઈ દવે  વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે.

આનંદાલયની આ કાર્યશાળા ગુજરાતના 33 જિલ્લાઓમાં એક સાથે એક જ દિવસે અને એક જ સમયે યોજાશે. કાર્યશાળામાં કોઈપણ પ્રકારનાં પ્રવચનો, ઉપદેશો કે ભાષણો થશે નહીં. સહભાગી પોતાની જાત સાથે કામ કરવા માટે તૈયાર થશે. દરેક મુદ્દા પર પરસ્પર ચર્ચા કરીને તેના વિશ્લેષણના અંતે વૈજ્ઞાનિક અભિગમ કેળવશે. સહભાગીને સ્પર્શતી મર્યાદાઓ પર કામ કરવા માટે રોડમેપ તૈયાર થશે અને સંકલ્પબદ્ધ બનશે. આ કાર્યશાળાનું શીર્ષક છે વર્તનથી પરિવર્તનજેમાં પ્રો. મહેન્દ્રભાઈ ચોટલિયાના “E સદીના માનવ-શિક્ષકોનો સામર્થ્યપ્રાશલેખ પર મનોમંથન કર્યા બાદ વૈજ્ઞાનિક અને ક્રાંતિકારી ધ્યેય લઈને દરેક સહભાગી નવી જ ક્રાંતિના પગરણ માંડતા છુટા પડશે.






Latest News