મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે પરિણીતાની છેડતી કરીને અપમાનિત કરનારા સામે ગુનો નોંધાયો


SHARE











 

મોરબીના રફાળેશ્વર પાસે પરિણીતાની છેડતી કરીને અપમાનિત કરનારા સામે ગુનો નોંધાયો

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ વિસ્તારમાં રહેતી મહિલા પોતાના ઘર પાસે હતી ત્યારે ત્યાંથી નીકળેલા શખ્સે મહિલાનું બાવડું પકડીને તેને બાઈકમાં બેસી જવા માટે કહ્યું હતું અને મારી નાખવાની ધમકી આપી હતી અને ગાળો આપીને જાહેરમાં જ્ઞાની પ્રતિ અપમાનિત કરી હતી જેથી કરીને મહિલા દ્વારા હાલમાં તે શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી, છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલા વિસ્તારની અંદર રહેતી મહિલા પોતાના ઘર પાસે ઉભી હતી ત્યારે તે વિસ્તારમાંથી નીકળેલ ચતુરભાઈ પ્રજાપતિ રહે. હાલ મચ્છુનગર ઈંટોના ભઠ્ઠા વાળાએ મહિલાનું બાવડું પકડીને તેને મોટરસાયકલમાં બેસી જવા માટે કહ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ગાળો બોલીને જાતિ પ્રત્યે જાહેરમાં અપમાનિત કરી હતી તેમજ મહિલા અને તેના પતિ સાથે ઝપાઝપી કરી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચતુરભાઈ પ્રજાપતિ નામના શખ્સની સામે છેડતી, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
   
મારામારીમાં ઈજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ વાલજીભાઈ ખડોલા નામના ૪૧ વર્ષીય યુવાનને મોરબીના રફાળેશ્વર ગામ પાસે મહાદેવ મંદિર નજીક થયેલ થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે હળવદના ચૂંપણી ગામે રહેતા ગોવિંદભાઈ ખેતાભાઇ વેકરીયા નામના ૮૦ વર્ષના આધેડે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

આગથી નુકસાની

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે આવેલ દરિયાલાલ હોટલ સામેના લાયન્સ સીરામીકના પાર્કિંગમાં પડેલ માલવાહક મહિન્દ્રા બોલેરો પીકપ નંબર જીજે ૩૭ ટી ૧૮૯૨ માં કોઈ કારણસર આગળના ભાગે આગ લાગી જવાથી બોલેરોની કેબીનમાં નુકસાની થવા પામી હતી જે અંગે પરેશભાઈ શિવાભાઈ સાંતોલા કોળી (૩૪) ધંધો ટ્રાન્સપોર્ટ રહે.જૂના ધરમપુર સામાકાંઠે મોરબી-૨ વાળાએ તાલુકા પોલીસમાં બનાવ અંગે જાણ કરી હતી.

દવા પી જતા સારવારમાં

વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા રસીલાબેન મહેશભાઈ ધોરીયા નામની ૩૦ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે હળવદ તાલુકાના સૂરવદર ગામે રહેતો મહેશ ચંદુભાઈ ડાંગર નામનો ૩૫ વર્ષનો યુવાન પણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને પણ મંગલમ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.તેમજ મોરબીના નાની બજાર વિસ્તારમાં રહેતા સાયરાબેન મોસીનભાઈ મેહરૂ નામના ૨૫ વર્ષની મહિલા જોન્શનગર વિસ્તારમાં કોઈ કારણસર ફીનાઇલ પી જતા તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News