મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ત્રિમંદિર પાસેથી રિક્ષામાં જતા યુવાનને અજાણ્યા શ્ખ્સોએ પથ્થરના ઘા ઝીકયા


SHARE







મોરબીના ત્રિમંદિર પાસેથી રિક્ષામાં જતા યુવાનને અજાણ્યા શ્ખ્સોએ પથ્થરના ઘા ઝીકયા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર પાસેથી રિક્ષામાં જતા યુવાનને બે બાઈકમાં આવેલા અજાણ્યા શખ્સો દ્વારા માથામાં પથ્થરના ઘા ઝીકવામાં આવ્યા હતા જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના હજનારી ગામે રહેતો રાજેશ ચમનભાઈ ધંધુકિયા (ઉંમર ૧૮) નામનો યુવાન મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર પાસેથી રિક્ષામાં બેસીને પસાર થઈ રહ્યો હતો ત્યારે રીક્ષાની બાજુમાં આવેલા બે બાઈક ઉપર આવેલા અજાણ્યા શખ્સો દ્વારા યુવાનને માથામાં પથ્થરના ઘા ઝીકવામાં આવ્યા હતા જેથી ઈજા પામેલ રાજેશ ધંધુકિયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જો કે, યુવાનને કોણે અને શા માટે માથામાં પથ્થરના ઘા માર્યા છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

બાઈક સ્લીપ

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામથી આગળના ભાગમાં આવેલ સીતારામ ગ્રેનાઈટો પાસેથી બાઈક લઈને પસાર થયેલા પંકજભાઈ ગાંડુભાઈ (ઉંમર ૩૧) રહે. શ્રીજી પાર્ક દુર્લભ પાર્ટી પ્લોટની પાછળ વાળાનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે ચામુંડા હોટલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગિરીશભાઈ નટુભાઈ (ઉંમર ૫૦) રહે. લાતી પ્લોટ જોન્સનગર મોરબી વાળાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી હળવદ રોડ ઉપર આવેલું ઊંચી મેડલ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મીત લલિતભાઈ ફેફર (ઉંમર ૧૮) રહે. ઉમા રેસીડેન્સી વાળાને ઇજાઓ થઈ હોવાથી મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવવાની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મૂળ મધ્યપ્રદેશના ફુલિયા ગામના રહેવાસી ભીસડા છગનભાઈ મોરી (ઉંમર ૨૩) મોરબી વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામ પાસે આવેલ જેટ ગ્રેનાઇટો પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે માથામાં અને ડાબા હાથે ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અને અકસ્માતમાં બનાવની મોરબી પોલીસ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News