ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

હળવદમાં રેલવે સ્ટેશન પાસેથી ૨૮૦ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ પકડાયો


SHARE







હળવદમાં રેલવે સ્ટેશન પાસેથી ૨૮૦ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ પકડાયો

હળવદમાં રેલવે સ્ટેશન પાસે આવેલ જીનવાળા મેલડી માતાજીના મંદિરના ગ્રાઉન્ડમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૨૮૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ગાંજો અને કાર સહિત ૧૦,૦૮,૫૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીન આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિવિધ પ્રમાણે હળવદમાં રેલવે સ્ટેશન પાસે આવેલ જીનવાળા મેલડી માતાજીના મંદિરના ગ્રાઉન્ડમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૨૮૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૮૦૦ ની કિંમતનો ગાંજો રોકડા ૭૫૦ રૂપિયા અને ૫૦૦૦ રૂપિયાની કિંમતમાં મોબાઈલ અને દસ લાખ રૂપિયાની કિંમતની બ્રેઝા કાર નં. જીજે ૩૬ એસી ૭૭૮૨ આમ કુલ મળીને ૧૦,૦૮,૫૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી વાલાભાઈ પોપટભાઈ બાંભવા જાતે ભરવાડ (ઉંમર ૩૦) રહે. કુંભારપરા ખોડીયાર માતાજીના મંદિર પાસે હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તે ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News