મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

લોરેન્સ બીશ્નોઇ ગેંગના નામે મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પાસે ૨૫ લાખની ખંડણી માંગનારને બિહારમાંથી દબોચ્યો


SHARE







લોરેન્સ બીશ્નોઇ ગેંગના નામે મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પાસે ૨૫ લાખની ખંડણી માંગનારને બિહારમાંથી દબોચ્યો

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પાસે લોરેન્સ બીશ્નોઇ ગેંગના નામે દ્વારા ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી છે અને અજાણ્યા શખ્સ દ્વારા ઉદ્યોગકારના મોબાઈલ ફોનમાં વોટ્સએપ ઉપર મેસેજ, ઓડિયો અને વિડીયો પણ મોકલાવવામાં આવ્યા હતા તેમજ રૂપિયા બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે. તથા ફોન પે. ઉપર રૂપિયા મોકલી આપવા ધમકી આપી હતી અને જો રૂપિયા ન મોકળાવે તો ઉદ્યોગપતિ અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા ઉદ્યોગકાર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપીને બિહારમાં દબોચી લેવાયો હોવાનું જાણ મળ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ મુળ કાંન્તીપુરના રહેવાસી અને હાલમાં નાની વાવડીરોડ ઉપર આવેલ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા અને જેતપર રોડ સ્કાય ટચ સીરામીક નામનું કારખાનું ધરાવતા સિરામિક ઉદ્યોગપતિ અનિલભાઇ વલ્લભભાઇ કગથરા જાતે પટેલ (૩૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખંડણીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના મોબાઈલ ફોન ઉપર ગત તા.૨૯/૦૭/૨૦૨૨ ના કલાક ૦૨/૧૨ થી સાંજના પાંચેક વાગ્યા દરમ્યાન મોબાઇલ નંબર +1(425)606-4366 માંથી લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીને વોટસએપ ઓડીયો કોલ્સ આવ્યો હતો અને ત્યાર બાદ વોટસએપમાં ઓડીયો, વિડીયો મેસેજ મોકલાવીને ૨૫ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી

મોરબીના ઉદ્યોગકાર પાસે ખંડણી માંગનારા શખ્સે તેના વોટસએપમાં SBI બેન્કના એકાઉન્ટ નંબર 20421021127, IFSC-SBI0000190 તથા PAYTM . CHANDAN KUMAR 7766946803 મોકલીને બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે. તથા ફોન પે. ઉપર રૂપિયા મોકલી આપવા ધમકી આપી હતી અને જો રૂપિયા ૨૫ લાખ નહી આપે તો ફરીયાદી તથા તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં ફરીયાદીના મોબાઇલમાં રીવોલ્વર તથા કાર્ટીઝનો વિડીયો મુકી મૃત્યુનો ભય બતાવ્યો હતો

જેથી કરીને ભોગ બનેલા ઉદ્યોગકારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીને મોબાઇલ નંબર ઉપર મેસેજ, ઓડિયો અને વિડીયો સેન્ડ કરનારા તેમજ અજાણ્યા શખ્સે મોકલવેલ બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે. તથા ફોન પે. (patym, google, phonepay) નો ઉપયોગ કરનાર તેમજ તેની સાથે સંડોવાયેલ શખ્સોની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪, ૩૮૭, ૫૦૭ ૫૧૧ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને પોલીસ દ્વારા ટેકનીકલ માધ્યમોથી આરોપી સુધી પહોંચવા માટેનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો અને હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ઉદ્યોગકારને મોબાઈલ ફોન ઉપર વોટસએપ (whatsapp) માં મેસેજ ઓડિયો અને વિડીયો મોકલાવીને તેની પાસેથી રૂા.૨૫ લાખની ખંડણી માંગવાના ગુનામાં હાલમાં બિહારમાં એક શખ્સને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે અને તેને મોરબી ખાતે લાવવા માટેની તજવીજ હાલમાં શરૂ કરવામાં આવી છે.






Latest News