મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બિરાજતા જડેશ્વર દાદાનો આજે પ્રાગટ્ય દિવસ :ભવ્ય રવાડીમાં શોભાયાત્રા, મેળો યોજાયો


SHARE







મોરબી જીલ્લામાં બિરાજતા જડેશ્વર દાદાનો આજે પ્રાગટ્ય દિવસ :ભવ્ય રવાડીમાં શોભાયાત્રા, મેળો યોજાયો

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામથી આશરે ૩ કિમિ દૂર જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે.તેનો ઇતિહાસ પણ કંઈક અલગ છે.જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના રાજા જામ રાવળનો જન્મ ઈતિહાસિક રીતે સંકળાયેલો છે.તેથી સ્વયંભૂ જડેશ્વરની ગાથા જાણવા માટે પ્રથમ જામરાવળ રાજાનો ઇતિહાસ જાણવો જરૂરી છે.ઇતિહાસમાં એવુ લખાયેલુ છે કે, જામનગરના રાજા જામ રાવળ પૂર્વ જનમમાં તેઓ અરણીટીમ્બા ગામમાં ભરવાડ હતા અને તે ગામમાં પરસોત્તમ સોની રહેતો હતો.જેની ગાયોને ભગવાન ભરવાડ ચરાવવા માટે લઇ જતો હતો જો કે, સોનીની એક ગાય પુસ્કળ દૂધ આપતી હતી.પરંતુ જે તે સમયે થોડા દિવસથી ગાય દૂધ જ આપતી ન્હોતી જેથી ભરવાડ ગાયને દોહી લેતો હોવાનો આક્ષેપ થયો હતો માટે બીજા દિવસે ભરવાડ અને સોની ગાયનું દુધ ક્યા જાય છે તે જોવા માટે ગાયની પાછળ જાય છે અને જોયું તો ગાય જેને હાલમાં રતન ટેકરી તરીકે લોકો જાણે છે તે ટેકરા પર ચડી ગઇ હતી અને તે ગાય એક ખાડા ઉપર ઉભી રહેતાની સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી હતી. 

ત્યારે વૃદ્ધ સોની સમજી ગયો કે અહીં ખાડામાં જરૂર કોઈ અદ્રશ્ય દેવ હોવા જોઈએ. જેથી આજુબાજુ સાફ કરતા મહાદેવનું બાણ દેખાયું હતુ અને દેવાધી દેવ મહાદેવ કૈલાસપતિ બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિસ્તારમાં વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે જો કે, આ બાર પૈકી પહેલું અને સર્વશ્રેષ્ઠ જોયતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ છે અને જડેશ્વર મહાદેવ મંદિર રતન ટેકરી નામે જાણીતું હતું ત્યારે વાંકાનેરના રાજવી પરિવારના સંબંધી વડોદરાના દિવાનને રક્તપિત્તનો રોગ હતો જે કોઇ રીતે મટતો ન હતો ત્યારે કોઇએ કહ્યુ કે,  જડેશ્વરની આસ્થાથી પુજા કરશો તો મટી જશે જેથી તેમણે હાલનું જડેશ્વરનું વિ.સં. ૧૮૬૯માં ભવ્ય શિવાલય બંધાવ્યું હતું જેમ જેમ જડેશ્વર મહાદેવની જાણ થતી ગઈ તેમ તેમ ભક્તો આવવા લાગ્યા હતા.આ શિવાલય આજે ભવ્ય તિર્થસ્થાન બની ગયું છે. દરવર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ હોવાથી પ્રાગોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

આ સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે લોક મેળો યોજાતો હોય છે જેમાં ગઈકાલ તા.૭-૮ ના રોજ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ લોક મેેળાનો ગઈકાલ તા.૭ અને આજે તા.૮ ના રોજ મોરબી જિલ્લા તેમજ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાંથી લોકોએ મોટી સંખ્યામાં મેળો માણ્યો હતો. સાથેસાથે દેવદર્શનનો પણ શ્રાવણ માસમા મહિમા હોય મોટી સંખ્યામાં શિવભકતોએ શિવજીના દર્શન તેમજ અર્ચન પૂજન કર્યું હતું.આજે તા.૮ ના રોજ શ્રાવણ માસના બીજા સોમવારે મહાદેવનો પ્રાગટ્ય દિવસ ઉજવાતો હોય ભવ્ય રવાડી યોજવામાં આવી હતી અને આ રવાડી મંદિર પરિસર ઉપરાંત મેળા વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી ફરીને નિજ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.






Latest News