મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમમાં મોરબી ક્રિકેટ એસો.ના વધુ ૨ ખેલાડીઓનું સિલેકશન 


SHARE







સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમમાં મોરબી ક્રિકેટ એસો.ના વધુ ૨ ખેલાડીઓનું સિલેકશન 

મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના વધુ ૨ ખેલાડીઓ સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી પામ્યા છે જેમાં મિલોની જીવાણી અન્ડર ૧૯ વિમેન્સ ક્રિકેટ ટીમમાં જયારે જે. નવીન અન્ડર ૨૫ મેન્સ ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યા છે  

વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મોરબી જીલ્લા ક્રિકેટ એસોના કુલ ૭ ખેલાડીઓની પસંદગી વિવિધ ટુર્નામેન્ટ માટે કરવામાં આવી છે જે મોરબી જીલ્લા માટે ગૌરવ સમાન છે આ વર્ષે સૌરાષ્ટ્રની ટીમમાં અન્ડર ૧૪, અન્ડર ૧૬, અન્ડર ૧૯ મેન્સ અને વિમેન્સ તેમજ અન્ડર ૨૫ મેન્સ ટીમમાં મોરબી જીલ્લા એસોના ખેલાડીઓની પસંદગી થતા પરિવારમાં પણ હર્ષની લાગણી છવાઈ છે  મોરબી ક્રિકેટ એસો.ના હેડ કોચ નિશાંત જાનીએ ૨૦૧૪ થી જવાબદારી સાંભળી હોય અને તેઓની મહેનત રંગ લાવી રહી છે નિશાંત જાનીએ જણાવ્યું હતું કે ખેલાડીઓને તૈયાર કરવા સહેલું કાર્ય નથી તે લોઢાના ચણા ચાવવા સમાન કાર્ય છે રાતોરાત કોઈ ખેલાડી સારો ખેલાડી બની જતો નથી ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન મળે છે, પરિવાર સપોર્ટ કરે છે અને લાંબા સમય સુધી પ્રેક્ટીસ કર્યા બાદ અને પરિવારની ત્યાગ ભાવનાને પગલે ખેલાડી ૫ થી ૧૦ વર્ષની મહેનત કરી સફળતા પ્રાપ્ત કરે છે જેથી તમામ ખેલાડીઓની સિદ્ધિનો શ્રેય તેમના પરિવારના સભ્યોને અર્પણ કર્યો છે  તેમજ નિશાંત જાનીએ જણાવ્યું હતું કે ક્રિકેટ એસોના પ્રમુખ કાંતિલાલ અમૃતિયા પણ સારી મહેનત કરે છે અને ખેલાડીઓ તૈયાર કરવા માટે તેઓ સતત કાર્યરત રહે છે 




Latest News