મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયત ખાતાના કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ હેઠળ સહાય માટે અરજી કરી શકશે


SHARE







મોરબી જીલ્લામાં બાગાયત ખાતાના કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ હેઠળ સહાય માટે અરજી કરી શકશે

મોરબી જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો બાગાયત ખાતાના "કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ" કાર્યક્રમ હેઠળ રજીસ્ટ્રેશન કરવા હેતુથી ઓનલાઈન આઈ-ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in ઉપર તા.૬ થી તા. ૩ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે ખેડૂતમિત્રો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓ આઈ-ખેડૂત પોર્ટલ પર ઈ-ગ્રામ કેન્દ્ર મારફતે અથવા પોતાની જાતે અરજી કરી શકશે.

બહુ વર્ષાયુ ફળઝાડ વાવેતર માટે તથા પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મીકંપોસ્ટ યુનિટ, પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા બે ઘટકમાં સહાય મળવા પાત્ર રહેશે. આ યોજનાઓ હેઠળ ખેતી લાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળીના સભ્યોને લાભ મળશે. આ માટે અરજદારે આધારકાર્ડ, ૭/૧૨ અને ૮-અ ની નકલ, જાતિના દાખલાની નકલ (અનુ.જાતિ/અનુ. જન જાતિના કિસ્સામાં)ની નકલ, બેંક ખાતાની વિગત, પાસબુકની નકલ, પ્રોજેક્ટ પ્રપોઝલ જરૂરી ભાવપત્રકો સાથે અરજી કર્યાની કોપી દિન- ૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે રજૂ કરવા તેમજ વધુ માહિતી માટે ફોન નં. ૨૨૮૨૨૨૪૧૨૪૦ પર સંપર્ક કરવા મોરબીના નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે




Latest News