મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના ઘરફોડ તથા બાઇક ચોરીના ગુનામાં વોન્ટેડ શખ્સ ઝડપાયો


SHARE







ટંકારાના ઘરફોડ તથા બાઇક ચોરીના ગુનામાં વોન્ટેડ શખ્સ ઝડપાયો

ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરી અને બાઇક ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં આ ગુનાઓમાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ટંકારાની લતીપર ચોકડી પાસેથી પકડીને ટંકારા પોલીસને સોંપ્યો હતો.

મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને મળેલ બાતમી આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ અને બાઇક ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે શોધખોળ કરવામાં આવી રહી હતી.તેવામાં નાસતો ફરતો આરોપી કૈલાશ પેનો વસુનીયા (ઉમર ૨૪) રહે.મોટા પાવગામ જિલ્લો દાહોદ વાળો ટંકારાની લતીપર ચોકડી પાસે હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે બે વર્ષથી જુદાજુદા ચોરીના ગુના કરી નાસતો ફરતો આરોપી ત્યાંથી પકડી પડ્યો હતો અને આ આરોપીને હાલમાં ટંકારા પોલીસને હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઘવાયેલ દંપતી સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયાનગર વિસ્તારના વૈભવ હોમ્સમાં રહેતા સુરેશભાઈ છગનભાઈ કલોલા (૫૭) અને તેમના પત્ની ત્રિવેણીબેન સુરેશભાઈ (૫૫) ને ફ્લેટ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા પોલીસ દ્વારા જઈને નિવેદન નોંધવામાં આવતા તેઓના એપાર્ટમેન્ટમાં રહેતા પાડોશીઓ સાથે કોઈ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો અને તેમાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હોય તેઓને સારવારમાં લાવવામાં આવ્યા હોવાનું તેઓએ નિવેદનમાં જણાવ્યું હતું.




Latest News