મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા એલસીબીની ટીમ બે પિસ્તોલ સાથે બે શખ્સને દબોચ્યા


SHARE







મોરબી જિલ્લા એલસીબીની ટીમ બે પિસ્તોલ સાથે બે શખ્સને દબોચ્યા

મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા જુદી જુદી બે જગ્યાઓ પરથી દેશી બનાવટની એક એક પિસ્તોલ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે અને આ મુદ્દે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદી જુદી બે આર્મ્સ એક્ટની ફરિયાદ નોંધાવીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલ પાસે રોડ ઉપરથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની મેગ્ઝીન વાળી એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને દસ હજાર રૂપિયાની કિંમતની પિસ્તોલ સાથે નૂરસિંગ ઉર્ફે નારાયણ ઇડુસિંગ ચૌહાણ જાતે આદિવાસી (ઉમર ૩૫) રહે. જળઆંબલી ગામ મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીને હથિયાર સાથે મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા માળિયા નેશનલ હાઇવે ઉપર આવેલ સંઘના પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની મેગેઝીન વાળી એક પિસ્તોલ મળી આવી હોય પોલીસે ૧૦ હજાર રૂપિયાના હથિયાર સાથે તેની ધરપકડ કરી હતી અને ફારુકભાઈ નુરલીઅલી મોવર જાતે મિયાણા (ઉંમર ૨૪) રહે. માળીયા મીયાણા સંઘના પેટ્રોલ પંપ સામે નેશનલ હાઈવે રોડ માળિયા વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સે મોરબીમાં હથિયાર સાથે ઝડપાયેલ નૂરસિંગ આદિવાસી પાસેથી હથિયાર લીધું હોવાની કબુલાત આપી હોય તેને આ ગુનામાં તે આરોપીને પકડવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News