વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દિને એસપી દ્વારા મહિલા પોલીસ કર્મચારીનું ઘરે જઇને સન્માન કરાયુ


SHARE







મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દિને એસપી દ્વારા મહિલા પોલીસ કર્મચારીનું ઘરે જઇને સન્માન કરાયુ

૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવી રહી છે. ત્યારે આજે મોરબી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પાર્વતીબેન વાઢેરનું જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી એસ.આર. ઓડેદરા દ્વારા મહિલા પોલીસ કર્મચારીના ઘરે જઇને સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી પોલીસ અધિક્ષકની કચેરીમાં અરજી શાખામાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી પાર્વતીબેન વાઢેરે પોતે પ્રેગ્નેશીના છેલ્લા દિવસ સુધી પોતાની ફરજ બજાવી હતી. પોતાની ફરજ પ્રત્યે આવી નિષ્ઠા દાખવા બદલ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા દ્વારા મહિલા પોલીસ કર્મચારીના ઘરે જઇને સન્માન કરવામાં આવ્યું હતું . તેમજ તેમને સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

 




Latest News