મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં કરિયાણાના બાકી નીકળતા રૂપિયા લેવા ગયેલા વેપારીને માર મારનાર ચાર ઝડપાયા


SHARE







મોરબીમાં કરિયાણાના બાકી નીકળતા રૂપિયા લેવા ગયેલા વેપારીને માર મારનાર ચાર ઝડપાયા

મોરબીના પીપળી રોડે કરિયાણાની દુકાન ધરાવતા દુકાનદાર પાસેથી ખાદ્ય સામગ્રીની ખરીદી કરવામાં આવી હતી પછી તેના રૂપિયા આપવામાં આવ્યા ન હતા જેથી તે રૂપિયા લેવા માટે વેપારી ગયા હતા ત્યારે માર મરવામાં આવ્યો હતો જેથી વેપારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોન્ટ્રાક્ટર સહિતના ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે

મૂળ હળવદના કણબીપરા વિસ્તારના રહેવાસી અને હાલમાં મોરબીના પીપળી રોડ ઉપર આવેલ રોયલ પાર્કમાં રહેતા જીગ્નેશભાઈ અશોકભાઈ એરવાડિયા જાતે પટેલ (ઉંમર ૩૭) ની ત્યાં કરિયાણાની દુકાન આવેલ છે જે દુકાનેથી રોયલ પાર્કમાં નવા બનતા એપાર્ટમેન્ટના કોન્ટ્રાક્ટર કલ્પેશભાઈ ભગવાનજીભાઈના માણસો ખાધ્ય સામગ્રીની વસ્તુઓ છ મહિના પહેલાં લઈ ગયા હતા અને ત્યાર બાદ તેના બાકી નીકળતા ૭૦૦૦ રૂપિયા આપવા માટે તે આવેલ ન હતા જેથી જીગ્નેશભાઈ એરવાડીયા તેના રૂપિયા લેવા માટે થઈને એપાર્ટમેન્ટની સાઈટ ઉપર ગયા હતા ત્યારે ત્યાં હાજર રહેલા કોન્ટ્રાક્ટર કલ્પેશભાઈ ભગવાનજીભાઈ તેના પિતા ભગવાનજીભાઈ અને અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોએ તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને સળિયા વડે માર માર્યો હતો જેથી દુકાનદારે ચાર સામે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આ બનાવમાં કલ્પેશ ભગવાનજી પરમાર જાતે કડિયા કુંભાર ધંધો કન્સ્ટ્રકશન (૩૧), ભગવાનજી કુંવરજી પરમાર જાતે કડિયા કુંભાર ધંધો કન્સ્ટ્રકશન (૫૭), આશિષ ધીરૂભાઇ વીરડા જાતે આહીર (૨૭) રહે.મહેન્દ્રનગર પીપરવાળી વિસ્તાર તેમજ નરેશ ભરતભાઇ ગોહેલ (૨૫) રહે.રફાળેશ્વર આંબેડકર કોલોની વાળાઓની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News