વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના મિલન પાર્કમાથી સ્કોર્પિઓની ચોરીના ગુનામાં વધુ એક આરોપી પકડાયો: એકની શોધખોળ


SHARE







મોરબીના મિલન પાર્કમાથી સ્કોર્પિઓની ચોરીના ગુનામાં વધુ એક આરોપી પકડાયો: એકની શોધખોળ

મોરબીમાં નવી કલેકટર કચેરી પાછળના ભાગમાં મિલન પાર્ક સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘર પાસે તેની સ્કોર્પિઓ કાર પાર્ક કરીને મૂકી હતી જે કારની ચોરી કરવામાં આવી હતી આ ગુનામાં પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં વધુ  એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ નવી કલેકટર કચેરી પાછળના ભાગમાં આવતા મિલન પાર્ક વિસ્તારની અંદર ભાગ્યલક્ષ્મી એપાર્ટમેન્ટનાફલેટ નંબ૨ ૪૦૩ માં રહેતા પીયૂષભાઈ દિલીપભાઈ પટેલ (૪૨) નામના યુવાને પોતાના ઘર પાસે તેની સ્કોર્પિઓ કાર નંબર જીજે ૩૬ બી ૮૬૯૧ પાર્ક કરીને મૂકી હતી જે સફેદ કલરની સ્કોર્પિઓ કારની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને પિયુષભાઈ પટેલ દ્વારા તેની પાંચ લાખ રૂપિયાની કિંમતની સ્કોર્પિઓ કારની ચોરી કરવામાં આવી હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં મોરબી બી ડિવિઝનના પીએસઆઈ એ.એ. જાડેજા અને રાઇટર ઋતુરાજસિહ જાડેજા દ્વારા અગાઉ ઓમપ્રકાશ ખેગારામ ખીલેરી જાતે બિશ્નોઈ (૨૫) રહે, અંબાકી બસ્તી (જાંબ) ચીતલવાના જાલોદ, રાજસ્થા વાળાની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં પોલીસે આણંદ પોલીસ પાસેથી અર્જુનરામ ઉર્ફે અનિલ રઘુરામનાથ ખીલેરી જાતે બિશ્નોઈ રહે. નિમલીપટલા, રોહતક, રાજસ્થાન વાળાનો કબજો લઈને ધરપકડ કરેલ છે અને હજુ એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News