મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ગાંધી ચોકમાં વરલી જુગારના આંકડા લેતા એક ઝડપાયો: એકની શોધખોળ


SHARE







મોરબીના ગાંધી ચોકમાં વરલી જુગારના આંકડા લેતા એક ઝડપાયો: એકની શોધખોળ

મોરબીમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલ ગાંધી ચોક નજીક વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા સહિત કુલ મળીને ૧૦૭૬૦ નો મુદામાલ કબજે કરેલ છે અને તેની પાસેથી વધુ એક શખ્સો નામ સામે આવતા તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરાયેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સિવિલ હોસ્પિટલ પાસે આવેલ ગાંધી ચોકમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા મોસીનભાઈ રહીમભાઈ દલ જાતે સંધિ (૨૭) રહે. જનકનગર સોસાયટી વાવડી રોડ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે રોકડા રૂપિયા ૭૬૦ અને ૧૦૦૦૦ રૂપિયાની કિંમતમાં મોબાઈલ આમ કુલ મળીને ૧૦૭૬૦ નો મુદ્દામાલ તેની પાસેથી કબજે કર્યો હતો અને તેની પાસેથી જાવીદ ઉર્ફે જાવલો નેકમહમ્મદ ભટ્ટી રહે. જોન્સનગર મોરબી વાળાનું નામ સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

વાંકાનેરના ઢુવા ગામ પાસે આવેલ એ.કે. હોટલ નજીક હાઇવે ઉપરથી પસાર થતી ઇકો ગાડી નં. જીજે ૩ કેપી ૪૮૬૧ ને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૪૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ અને એક લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧૦૪૦૦૦ ના મુદ્દામાલ સાથે મયુરભાઈ બાબુભાઈ સારલા જાતે કોળી (૧૯) રહે. ચોટીલા અને રાહુલ દીપકભાઈ વાલાણી જાતે કોળી (૧૯) રહે. ચોટીલા વાળાની ધરપકડ કરી છે અને આ દારૂનો જથ્થો ક્યાં આપવા માટે જતા હતા તે દિશામાં તપાસ શરૂ કરેલ છે






Latest News