મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ઝડપાયેલ ૩૨.૭૦ લાખના દારૂના જથ્થામાં ૧૩ સામે નોંધાઈ ફરિયાદ


SHARE







મોરબીમાંથી ઝડપાયેલ ૩૨.૭૦ લાખના દારૂના જથ્થામાં ૧૩ સામે નોંધાઈ ફરિયાદ

મોરબીના શનાળા ગામથી રાજપર જવાના રસ્તા કારખાનામાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની અને મોટી બોટલો તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૭૫૧૪ બોટલો કબ્જે કરીને ૩૨.૭૦ લાખના દારૂ ઉપરાંત ટ્રક સહિત ૪૩.૬૭ લાખનો મુદામાલ કબજે કરીને બે આરોપીને ઝડપી લીધા હતા અને બાદમાં પોલીસે મોરબી એ ડિવિઝન ખાતે દારૂ મંગાવનાર તેમજ મોકલાવનાર સહિત કુલ મળીને ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના રાજપર જતાં રસ્તા ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ગઇકાલે રેડ કરવામાં આવી હતી. અને રામદેવપીરના મંદિર પાસે આવેલ આશીર્વાદ ઈમ્પેક્ષ નામના કારખાનામાં ટ્રકમાં ભરીને લઈ આવવામાં આવેલ અલગ અલગ બ્રાન્ડની દારૂની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૭૫૧૪ બોટલો કબજે કરેલ છે જેની કિંમત રૂપિયા ૩૨.૭૦ લાખ અને ૧૦ લાખની કિંમતનો ટ્રક સહિતનો મુદામાલ મળીને પોલીસે ૪૩.૬૭ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને ટ્રકમાં આ દારૂનો જથ્થો ભરીને લઈને આવેલ ટ્રક ચાલક ચુનારામ મોટારામ ગોદારા જાતે જા (૩૮) રહે. જાખરોનની ધાણીરાવતસર ગામ જીલ્લો બાડમેર રાજસ્થાન અને માલ ઉતારનાર રોહીતકુમાર રાજેશભાઇ બારીયા (૨૨)  રહે. હાલ ગોડાઉનની બાજુમાં મુળ રહે કોઠંબા મહિસાગર વાળની ઝડપી લીધા હતા અને તેની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો મંગાવનાર મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા રહે. શનાળા, ડેનીશકુમાર કાન્તીલાલ મારવાણીયારહે.મારવાણીયા સ્ટાર ૧ રાજપર, પ્રગ્નેશભાઇ નાગજીભાઇ ઘોડાસરા, વિરેનભાઇ ભગવાનજીભાઇ ગઢીયા, દારૂનો જથ્થો મોકલનાર રાઉતારામ (રાજસ્થાન), ટ્રકમાં દારૂનો જથ્થો ભરી આપનાર કરનલ (હરીયાણા)જે ટ્રકમાં દારૂ આવ્યો તેનો માલિક અને અજાણ્યા ચાર મજુર આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે જેમાંથી બે આરોપી ઝડપાયા છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ કેસની તપાસ મોરબી એલસીબીના પીએસઆઈ એન.એચ. ચુડાસમાને સોપવામાં આવી છે






Latest News