મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રમેશ રૂપાલાને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્સિયલ એવોર્ડ મળ્યો


SHARE







મોરબીના રમેશ રૂપાલાને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્સિયલ એવોર્ડ મળ્યો

મોરબીના રમેશ રૂપાલાએ  તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ ડિસટ્રિક ૩૨૩૨ જેનાં  સપથ વિધિ સમારોહ મંગલાચરણમાં દ્વિતિય વાઈસ ગવર્નર તરીકે લાયન્સ ઇન્ટરનેશનલનાં તૃત્ય ઉપપ્રમુખ એ.પી. સિંઘની દ્વારા સપથ ગ્રહણ કર્યા હતા આ તકે એ.પી. સિંઘ તેમજ ભારતભરમાંથી આવેલા ઇન્ટરનેશનલ ડાયરેક્ટરોની ઉપસ્થીમાં વર્ષ ૨૦૨૧-૨૨ નો સર્વિસ એક્ટિવિટીનો ઇન્ટરનેશનલ પ્રેસિડેન્સિયલ એવોર્ડ  રમેશ રૂપલાને આપવામાં આવ્યો હતો આ એવોર્ડ માટે બહુ ઓછાં લોકોની પસંદગી થતી હોય છે.  ત્યારે રમેશ રૂપાલાની સેવાકીય પ્રવૃતિઓ સૌરાષ્ટ્ર કચ્છમાંથી પોતાના રિજિયનની સેવા પ્રવૃત્તિ શિરમોર રહેતા તેમણે આ  એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેથી તેને અભિનંદન આપીને અન્ય સભ્યો સહિતનાએ આવનારા વર્ષોમાં તેમના દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં લાયન્સ ક્લબનાં માધ્યમથી છેવાડાનાં જરૂરિયાત મંદ પરિવારો સુધી  વિવિધ સેવાનો લાભ મળે એવી શુભેચ્છા પાઠવી હતી હાલમાં તેઓ ઉમિયા માનવસેવા ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે, વિધવા બહેનની દીકરીઓના સમૂહલગ્ન, તેમજ સમાજની જુદીજુદી સેવાકીય  સંસ્થાની પ્રવૃત્તિઓમાં સહયોગ કરતા હોય છે




Latest News