મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા ત્રણ યુવાનોને ઇજા: ગુનો નોંધાયો


SHARE







મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા ત્રણ યુવાનોને ઇજા: ગુનો નોંધાયો

મોરબી વાકાનેર હાઇવેના સર્વિસ રોડ ઉપર લાલપર ગામથી આગળના ભાગમાં બાપા સીતારામ મઢુલી સામે રોંગ સાઇડમાં આવી રહેલા ડમ્પરના ચાલકે ત્રિપાલ સવારી એક્ટિવાને હડફેટે લૂધુ હતું જેથી કરીને ત્રણ યુવાનોને ઇજા થઈ હતી અને ડમ્પર ચાલક તેનું વાહન છોડીને નાસી ગયો હતો હાલમાં આ બનાવમાં ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ ડમ્પર ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રઘુરાજનગર તાલુકાનાં નૈનાના રહેવાસી અને હાલમાં ટીબડી પાટીયા પાસે આશાપુરા મોર્ટસ વર્કશોપમા રહેતા વિવેકસિંહ સત્યેન્દ્રસિંહ બઘેરા જાતે રાજપુત (૨૨)એ ડમ્પર નં- જીજે ૧૫ યુયુ ૦૧૯૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાકાનેર હાઇવેના સર્વિસ રોડ ઉપર લાલપર ગામથી આગળના ભાગમાં  બાપા સીતારામ મઢુલી સામેથી તે નુરઅલી અબ્દુલરહીમભાઇ શેખ તથા સિરાજ અહેમદભાઇ પઠાણ સાથે ત્રણ સવારી એકટીવા નંબર- જીજે ૩ એચસી ૦૯૪૧ લઇને ટીબડી પાટીયા પાસે આવેલ આશાપુરા વર્કશોપથી મચ્છુ-૨ ડેમ જોવા જતા હતા ત્યારે લાલપર પાસે ડમ્પર ચાલકે સર્વિસ રોડ ઉપર રોંગ સાઇડમા આવીને એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદી સહિત ત્રણયે યુવાનોને ઇજા થયેલ હતી અને ડમ્પર ચાલક વાહનને સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો જેથી કરીને હાલમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એકટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪, ૧૧૯ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News