મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ચંદ્રકાન્ત દફતરીને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સર્વોચ્ચ એવોર્ડ એમ્બેસેડર ઑફ ગુડવીલથી સનિમાનીત કરાયા


SHARE







મોરબીના ચંદ્રકાન્ત દફતરીને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સર્વોચ્ચ એવોર્ડ એમ્બેસેડર ઑફ ગુડવીલથી સનિમાનીત કરાયા

સેવા સમર્પણ અને સાદગીને વરેલા મોરબીના ચંદ્રકાન્ત દફતરીને ૨૦૦ થી વધુ દેશમાં સેવા કરતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા તાજેતરમાં મોંટીરીયલ કેનેડા ખાતે મળેલા અધિવેસનમાં લાયન્સ કલબનો સર્વોચ્ચ એવોર્ડ તેમની સેવાઓને ધ્યાનમાં લઈને જાહેર કરવામાં આવ્યો હતો.ગત તા.૯ મી જુલાઈએ જામનગરમાં સૌરાષ્ટ્ર અને કચ્છના લાયન્સ કલબના અધિવેસનમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના વિશ્વના તૃતીય ઉપપ્રમુખ એ.પી.સિંઘ દ્વારા એવોર્ડ એનાયત  કરવામાં આવ્યો હતો.કલબ દ્રારા એમ્બેસેડર ઓફ ગુડ વીલનો આ પ્રતિષ્ઠટ એવોર્ડ દર વર્ષે વિશ્વમાંથી માત્ર ૨૫ વ્યક્તિઓને જ એનાયત કરવામાં આવે છે.

મોરબીના ચંદુભાઇ દફતરીએ છેલ્લા પાંચ વર્ષથી જન્મથી બેરા મૂંગા ૧૬૫૦ થી વધુ બાળકોને શોધીને ગુજરાત સરકાર દ્વારા થતા કોકલીયર ઇમપ્લાન્ટ સર્જરી કરાવી આપવા માર્ગદર્શન આપીને તેવી બાળકોને બોલતા સાંભળતા કરવામાં મદદ કરી છે અને સોસીયલ મીડિયામાં જબરજસ્ત પ્રચાર પ્રસાર થતા દેશના તમામ રાજ્યોમાં છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા આ પ્રોજેક્ટને વેગ મળેલ છે.આ ઉપરાંત વિધવા બહેનોને દર મહિને રેસન કીટનો પ્રોજેક્ટ પણ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ માં તેઓ દ્વારા શરૂ કરાવવામાં આવેલ જે આજે પણ દરેક કલબો દ્વારા થઈ રહ્યો છે.ચંદુભાઇ દફતરી દ્વારા વિસાવદર, જૂનાગઢ અને ચોરવાડમાં હોસ્પિટલનું સંચાલન, રાજકોટમાં ૯૬ દીકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલ, મોરબીમાં ઇલેક્ટ્રિક સ્મશાન અને કિડની ડયાલીસીસ સેન્ટરમાં તેઓ સેવારત છે.તેમની પ્રેરણાથી વિસાવદર અને ભાવનગર મુકામે પણ ડાયાલીસ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે.ચંદુભાઇ દફતરીની આ સિદ્ધિ બદલ તેમના શુભેચ્છકો તેમની મોબાઇલ નંબર ૯૮૨૫૨ ૨૩૧૯૯ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.






Latest News