મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં કાકાને જાતી પ્રત્યે અપમાનની ફરિયાદ નોંધાવવા જતાં ભત્રીજાને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીમાં કાકાને જાતી પ્રત્યે અપમાનની ફરિયાદ નોંધાવવા જતાં ભત્રીજાને ત્રણ શખ્સોએ માર માર્યો

માળીયા-વનાળીયા સોસાયટીમા રહેતા કાકાને જાતી પ્રત્યે અપમાનીત કરનાર સામે ફરિયાદ નોંધાવવા માટે જતાં ભત્રીજાને રસ્તામાં રોકીને ત્રણ શખ્સો દ્વારા તેના ધોકા અને છરી વડે માર મરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો હતો અને તેને મહિલા સહિત  ચારની સામે ગાળો આપીને માર મારવાની તેમજ જાતી પ્રત્યે અપમાનીત કર્યા હોવાથી એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળીયા વનાળીયા સોસાયટી સામાકાંઠે રહેતા  અને હાલમાં મોરબીના શોભેશ્વર રોડે આવેલ વાણીયા સોસાયટીમાં રહેતા પંકજભાઇ પાલાભાઇ રાઠોડ જાતે અનુ. જાતી બારોટ (૨૦)એ સોનલબેન અબ્બાસભાઈ કટીયા રહે માળીયા-વનળીયા સોસાયટી, સોનલબેનનો ભાઈ ઈસ્માઈલ ઉર્ફે શેરો મોવર, સોનલબેનનો બનેવી ફીરોજભાઈ અને શેરાનો દિકરો સમીરની સામે ફરિયાદ નોંધાવી હતી કે, માળીયા-વનાળીયા સોસાયટીમા સોનલબેનના ઘરની સામે ફરીયાદીના કાકા ઉમેશભાઈ ઘરની સામે રહે છે અને તા.૨૫/૬ સાડા આઠ વાગ્યાના અરસામા ફરીયાદી તથા તેના કાકા અને હકીભાઈ સોનલબેનના ઘર પાસેથી નીકળતા તેને નહી ગમતા તેઓને ગાળો આપી હતી અને જાતી પ્રત્યે અપમાનીત કર્યા હતા અને સાહિલ ઉર્ફે હકિને પીઠના ભાગે લાકડાના ધોકાનો ઘા મારીને, ફરીયાદી ફરીયાદ કરવા જતા હોય તે વખતે આરોપી ઈસ્માઈલ ઉર્ફે શેરો મોવર, ફીરોજભાઈ અને શેરાનો દિકરો સમીરએ ફરીયાદીબ બાઇકને રસ્તામા ઉભુ રખાવ્યું હતું અને ઈસ્માઈલ ઉર્ફે શેરો મોવરએ ફરિયાદીને ડાબા હાથે છરીનો ઘા મારી તેમજ આરોપી ફીરોજભાઈએ પગ પકડી નીચે પાડી દીધો હતો અને સમીરએ તેને લાકડાના ધોકાનો એક એક ઘા જમણા પગે માર્યો હતો અને ગાળો આપી જાતી પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એકટ-૧૩૫ તથા એટ્રોસીટી એક્ટની કલમ-૩(૧) (આર) (એસ), ૩(૨) (૫-એ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News