મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે કાર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા બે સગા ભાઈઓને ઇજા: ગુનો નોંધાયો


SHARE







મોરબીના વાવડી રોડે કાર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા બે સગા ભાઈઓને ઇજા: ગુનો નોંધાયો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા એક્ટિવાને કાર ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને એકટીવામાં જઈ રહેલા બે સગા ભાઈઓને પગમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ઇજા પામેલા યુવાનોના પિતાએ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગધઈની વાડી ખાતે રહેતા ભીમજીભાઇ રતિલાલ પરમાર જાતે સતવારા (ઉમર ૪૩) એ હાલમાં કાર નંબર જીજે ૩ જેસી ૮૨૨૦  ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના બે દીકરા પ્રતીક અને ભાવિક એકટીવા નંબર જીજે ૩૬ કે ૫૬૫૦ લઈને મોરબીના વાવડી રોડ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેના એક્ટિવાને અડફેટે લીધું હતું જેથી કરીને પ્રતીક અને ભાવિક બંનેને પગમાં ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને હાલમાં આ યુવાનોના પિતાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News