ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

ગુજરાતમાં ગામે ગામ ભારત નેટ પ્રોજેકટ પહોચ્યો હોય તેવો ટંકારા પ્રથમ તાલુકો બન્યો


SHARE











ગુજરાતમાં ગામે ગામ ભારત નેટ પ્રોજેકટ પહોચ્યો હોય તેવો ટંકારા પ્રથમ તાલુકો બન્યો

પારદર્શક અને સુગમ વહિવટ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ સરકારની વહિવટી કામગીરીને પેપર લેસ બનાવવા તરફ આગળ ધપી રહી છે ત્યારે આ કામગીરી માટે મોરબી જિલ્લાનો ટંકારા તાલુકામાં મોડેલરૂપ કામગીરી થઇ છે. ભારત નેટ પ્રોજેકટ હેઠળ ટંકારા તાલુકો સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ ગામોને ફાયબર નેટથી જોડતો પ્રથમ તાલુકો બન્યો છે.

આ અંગે ટંકારા તાલુકા વિકાસ અધિકારીશ્રી નાગાજણ તરખાલાએ વ્યક્તિગત રસ લઇને આ કામગીરીને અંત સુધી પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી તરખાલા જણાવે છે કેગુજરાત રાજ્યનો ટંકારા તાલુકો સૌ પ્રથમ એવો તાલુકો બન્યો છે કે જ્યાં તાલુકા પંચાયત અને તાલુકાની તમામ ૪૫ ગ્રામ પંચાયતમાં ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ દ્વારા ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ૧૦૦ MBPS સ્પીડ સાથે અન્ડરગ્રાઉન્ડ ફાઈબર કેબલ દ્વારા ગ્રામ પંચાયતોને જોડવામાં આવી છે. ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુની સાથે ગ્રામ્‍ય કક્ષાએથી એફ.આર.આઇ.ની નકલરેશનકાર્ડને લગતા સુધારાઆવક પ્રમાણપત્રજન્‍મ પ્રમાણપત્ર અને મરણ પ્રમાણપત્ર જેવી અંદાજિત ૫૫ સેવાઓ હવે ગ્રામ્યકક્ષાએથી કાર્યરત થશે.

આ તાલુકો ગામો સ્માર્ટ વિલેજ થી ડિજિટલ વિલેજ તરફ કદમ મિલાવી શકશે. સાથે જ નાગરિકોને ગ્રામ્ય કક્ષાએથી જ તમામ ઓનલાઇન સેવા ઝડપભેર મળતી થશે. ટંકારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી નાગાજણ તરખાલા અને તેની ટીમ દ્વારા સરકારની આધુનિક સેવાઓ ગામડેગામડે મળેના સુત્રને સાર્થક કરવા માટે વર્ષ ૨૦૧૮ થી ઝુંબેશ રૂપ કામગીરી કરતા સમગ્ર ગુજરાત રાજ્ય અને મોરબી જિલ્લામાં પ્રથમ તાલુકો ટંકારા બન્યો છે. જ્યાં તમામ ગ્રામ પંચાયતના વિલેજ ઓપરેટર એના કોમ્પ્યુટર ઉપર ૧૦૦ MBPS સ્પીડ સાથે કામ કરી ડિજિટલ યુગમાં કદમ મિલાવી શકશે.






Latest News