મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાની લજાઇ ચોકડી પાસે બાઇકને કાર ચાલકે હડફેટે લેતા આધેડનું મોત


SHARE







ટંકારાની લજાઇ ચોકડી પાસે બાઇકને કાર ચાલકે હડફેટે લેતા આધેડનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઇ ગામ પાસે ધરતીધન હોટલની સામેના ભાગમાં પોતાના બાઇકને રોડ ક્રોસ કરવી રહેલા આધેડના બાઇકને સેન્ટ્રો કારના ચાલકે હડફેટે લીધું હતુ જેથી કરીને આધેડને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું અને બાદમાં તેના દીકરાએ ટંકારા તાલુકા પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના લજાઇ ગામના રહેવાસી અને હાલમાં વડોદરા ખાતે રહેતા રવિભાઈ રસિકભાઈ વિઠ્લાપરા જાતે વાણંદ (ઉમર ૨૬) તે હાલમાં સેન્ટ્રો કાર નં જીજે ૩ સીઆર ૩૭૬૪ ના ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના પિતા રસિકભાઈ વિઠલાપરા તા.૧૧ ના રોજ સવારના આઠ વાગ્યાના અરસામાં લજાઈ ચોકડીથી આગળના ભાગમાં આવેલ ધરતીધન હોટલ પાસેથી પોતાનું બાઇક નંબર જીજે ૩ એચપી ૪૮૭૭ લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી ફરિયાદી રવિભાઈના પિતા રસિકભાઈને અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું હાલમાં મૃતકના દીકરાએ કાર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News