વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના રણછોડગઢ ગામની સીમમાંથી પરિણીતા તેના સંતાન સાથે ગુમ


SHARE







હળવદના રણછોડગઢ ગામની સીમમાંથી પરિણીતા તેના સંતાન સાથે ગુમ

હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાંથી પરિણીતા તેના નવ વર્ષના દીકરા સાથે ગુમ થઈ ગયેલ છે જેને શોધવા છતાં પણ તેનો પત્તો નહી લાગતાં હાલમાં મહિલાના પતિ દ્વારા હળવદ તાલુકા પોલીસ ખાતે તેની પત્ની અને પુત્ર ગુમ થયું હોવા અંગેની ફરિયાદ કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને હાલમાં પરિણીતા અને બાળકને શોધવા માટે થઇને જુદી દિશામાં તપાસ શરૂ કરી છે. 

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા રણછોડગઢ ગામે રહેતા અને ખેતરમાં મજૂરી કામ કરતા ધીરૂભાઈ માનસિંગભાઈ દઢૈચા જાતે કોળી (ઉમર ૪૦) ના પત્ની નીતાબેન ઉર્ફે ટમીબેન ધીરૂભાઈ દઢૈચા (ઉંમર ૩૮) અને તેમનો દીકરો શૈલેષ ધીરૂભાઈ દઢૈચા (ઉંમર ૯) બંને રણછોડગઢ ગામે આવેલ તેમની વાડીએથી ગત તા.૮-૭ ના રોજ રાત્રીના સમયે નીકળી ગયેલ છે અને તેમને શોધવા છતાં પણ કોઇ જગ્યાએથી તેઓનો પત્તો લાગેલ નથી જેથી કરીને હાલમાં ધીરૂભાઈએ તેની પત્ની નીતાબેન અને પુત્ર શૈલેષ ગુમ થયા હોવા અંગેની ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેથી કરીને હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઝાપડીયાએ હાલમાં પરિણીતા અને બાળકને શોધવા માટે જુદીજુદી દિશાઓમાં તપાસ શરૂ કરેલ છે.

પરણિતા સારવારમાં 

મોરબીના ભાવનાબેન ભરતભાઈ ભાંભી રહે.રાજકોટ નામની પરિણીતાને તેમી સાસરીમાં તેના પતિએ માર મારતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે તપાસ હાથ ધરી છે.જ્યારે હળવદ તાલુકાના દેવળીયા ગામે રહેતા જમકુબેન સુકમાભાઇ નાયક નામની ૨૦ વર્ષીય મહિલાએ વાડીએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને પણ સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News