વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બાયો ડીઝલના નામે ડુપ્લિકેટ ડીઝલનું થતું વેચાણ બંધ કરવાની માંગ


SHARE







મોરબી જિલ્લામાં બાયો ડીઝલના નામે ડુપ્લિકેટ ડીઝલનું થતું વેચાણ બંધ કરવાની માંગ

મોરબી જિલ્લાની અંદર ગેરકાયદે બિલ વગરનું ડીઝલ અને બાયો ડીઝલના નામે ડુપ્લિકેટ ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેને બંધ કરવામાં આવે તેવી માંગ સાથે મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસો.ના હોદ્દેદારો દ્વારા લખવામાં આવ્યું છે કે, જીલ્લાની અંદર ડીઝલના નામે બિલ વગરનું ડિઝલ અને બાયો ડીઝલના નામે ડુપ્લિકેટ ડીઝલનું વેચાણ કરવામાં આવે છે જેનાથી સરકારને ટેકસમાં આર્થિક નુકશાન થાય છે અને વાહનોને પણ નુકશાન થાય છે જેથી કરીને તાજેતરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હાનિકારક કેમિકલ્સ, બાયો ડીઝલના નામે ડુપ્લિકેટ ડીઝલનું ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્યું છે તેને બંધ કરવાની સૂચન આપવામાં આવી છે જેની કડક અમલવારી જીલ્લામાં કરવામાં આવે અને ડુપ્લિકેટ ડીઝલનું વેચાણ કરનારા શખ્સોની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે આ તકે મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ સુભાષભાઈ પડસુંબિયા, ઓમકારસિંહ, મહેન્દ્ર્સિંહ, જીગ્નેશભાઈ પારઘી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

 




Latest News