મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના આધેડની હળવદમાં આવેલ ખેતીની જમીન ઉપર કબ્જો કરનાર પાંચ સામે લેન્ડ ગ્રેબિંગ: ૩ ની ધરપકડ


SHARE







મોરબીના આધેડની હળવદમાં આવેલ ખેતીની જમીન ઉપર કબ્જો કરનાર પાંચ સામે લેન્ડ ગ્રેબિંગ: ૩ ની ધરપકડ

મોરબીના શનાળા રોડ શકિત પ્લોટમાં રહેતા આધેડની હળવદમાં આવેલ ખેતીની જમીન ઉપર દબાણ કરનારા મહિલા સહિતના પાંચ વ્યક્તિની સામે આધેડે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને હાલમાં આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં મોરબીના શનાળા રોડ શકિત પ્લોટ-૧૧ શીવ હાઇટસ બ્લોક નં-૮૦૧માં રહેતા અને ખેતી કામ કરતાં દિપુભા બચુભા ઝાલા જાતે દરબાર (૫૩)એ બચુભાઇ દેવશીભાઇ ઉડેચા જાતે કોળી, રમાબેન બચુભાઇ ઉડેચા જાતે કોળી, ગોતમભાઇ બચુભાઇ ઉડેચા જાતે કોળી, સવશીભાઇ દેવશીભાઇ ઉડેચા જાતે કોળી, વાસુભાઇ સવશીભાઇ ઉડેચા જાતે કોળી રહે. તમામ રાણેકપર વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા. ૨૧/૦૮/૨૦૧૮ થી આજદિન સુધી આરોપીઓએ તેની માલીકીની હળવદ રેવન્યુ સર્વ નં.૧૮૫૮ ની જમીન હે.આર.ચો.મી.૨-૬૪-૦૬ વાળી પર ગેર કાયદેસર કબજો કરેલ છે અને ફરીયાદીની જમીનમાં વાવતેર કરી ઉપજ મેળવીને  ફરીને કોઇ હક્ક હિસ્સો આપેલ નથી તેમજ જમીન પર ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પડી છે જેથી કરીને પોલીસે આધેડની ફરિયાદ આધારે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩, ૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં હાલમાં પોલીસે બચુભાઇ દેવશીભાઇ ઉડેચા, ગોતમભાઇ બચુભાઇ ઉડેચા અને સવશીભાઇ દેવશીભાઇ ઉડેચાની ધરપકડ કરેલ છે 




Latest News