મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના નાના દહીસરા ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











માળીયા (મિ)ના નાના દહીસરા ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

માળીયા મિયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા પરિવારની દીકરીએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા અહીંની પોલીસે પ્રાથમિક કાગળો તૈયાર કરીને આ બનાવની જાણ માળિયા તાલુકા પોલીસને કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા અબ્દુલભાઈ સુમરાની ૧૮ વર્ષની દીકરી અનિસાબેનએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.એચ. બોરાણા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિવારજનોના કહેવા પ્રમાણે છેલ્લા બે-ત્રણ દિવસથી અનિસા ગુમસુમ રહેતી હતી દરમિયાન તેણે આપઘાત કરી લીધેલ છે આ બનાવની એ ડિવિઝન પોલીસ દ્વારા માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા માળીયા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

હળવદમાં રહેતા ભીમાભાઇ ભવનભાઈ લોલાડીયા (ઉંમર ૩૮) પોતાનું બાઇક લઇને હળવદથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કૂતરું આદું ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ભીમાભાઇ ભવનભાઈને ઇજાઓ થઇ હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News