મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આધેડના ચાર પ્લોટની જમીનમાં ઉપર કબ્જો કરી લેનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE







મોરબીમાં આધેડના ચાર પ્લોટની જમીનમાં ઉપર કબ્જો કરી લેનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

મોરબીના માધાપર રેવન્યુ સર્વે નંબર ૧૨૭૫ ની જમીનમાં આધેડના પ્લોટ આવેલા છે તેમાં બે શખ્સો દ્વારા કુલ મળીને ૨૨૭.૫૪ ચો.મી. જમીનમાં ગેરકાયદે કબ્જો કરી લેવામાં આવેલ છે જેથી કરીને આધેડે મોરબી સિટી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દર્પણ-૧ માં શિવમ પેલેસ બ્લોક નંબર ૨૦૨ માં રહેતા વિરજીભાઇ છગનભાઇ કુંડારીયા જાતે પટેલ (૫૩)એ હિરાલાલ માવજીભાઇ પરમાર અને ખીમજીભાઇ માવજીભાઇ પરમાર રહે. બંન્ને ઓમ પાર્ક પાસે, અવધ સોસાયટી પાસે, નાની કેનાલ રોડ, મોરબી વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૨૦ ના જુલાઇ મહિનામાં આરોપીએ ફરીયાદીની માલિકીની સ્થાવર મિલ્કત માધાપર સર્વે નંબર ૧૨૭૫ ખાતા નંબર-૨ વાળી બીનખેતીની જમીન હેકટર ૦-૪૭-પપ ચો.મી. ક્ષેત્રફળ વાળી જગ્યા છે તે જમીનમાં ફરીયાદીના પ્લોટ નં- ૧ થી ૪ ની જગ્યામાં પ્લોટ નં-૧ માં ૫૨.૫૦ ચો.મી., પ્લોટ નં-ર માં ૬૫.૮૫ ચો.મી., પ્લોટ નં-૩ માં ૫૮.૬૪ ચો.મી. તથા પ્લોટ નં-૪ માં ૫૦.૫૫ ચો.મી. આમ આસરે કુલ ૨૨૭.૫૪ ચો.મી. જમીનમાં ગેરકાયદે કબ્જો કરી ફરતી ફેન્સીંગ વાડ કરી નાખેલ છે અને જમીન પચાવી પાડી છે જેથી કરીને આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ની કલમ ૪(૧), (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતા દયાબેન ભૂદરભાઇ વિઠલાપરા (ઉંમર ૬૪) બાઈકમાં પાછળના ભાગમાં બેસીને મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલી જીઆઈડીસીના નાકા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અકસ્માતે કોઈ કારણોસર તેઓ બાઇકમાંથી નીચે પટકાયા હતા જેથી કરીને દયાબેનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News