મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર કાલે એમ.પી. દોશી વિદ્યાલય ખાતે યોજાશે 


SHARE







ટંકારા તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર કાલે એમ.પી. દોશી વિદ્યાલય ખાતે યોજાશે 

રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને તાલુકાકક્ષાએ પણ તેમની કારકિર્દી અંગે માર્ગદર્શન મળી રહે તથા કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઇ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તેવા હેતુથી તાલુકાકક્ષાએ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ આગામી ૪ જૂનના ટંકારાની  એમ.પી. દોશી વિદ્યાલય ખાતે યોજાશે.

વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે નવી દિશા નવું ફલકનવી પહેલ શરૂ કરી છે, જેના ભાગરૂપે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી તાલુકાકક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયત પ્રમુખશ્રી પુષ્પાબેન કામરીયાના અધ્યક્ષસ્થાને ટંકારા ખાતે શ્રી એમ.પી. દોશી વિદ્યાલયના આંગણે કરવામાં આવશે. આ કારકિર્દી માર્ગદર્શન અંગેના આ કાર્યક્રમમાં ધોરણ ૧૦ અને ૧૨ પછીના વિવિધ કોર્ષને લગતું માર્ગદર્શન પ્રશાંતભાઇ પરમાર આપશે તથા આઈટીઆઈ સંબંધિત અભ્યાસક્રમની માહિતી ડી.એસ. દોશી આપશે.

આ તાલુકાકક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી, શિક્ષણ નિરીક્ષક પી.વી. અંબારીયા તથા અગ્રણી સર્વ નથુભાઈ કડીવાર, અશોકભાઈ ચાવડા, ભુપતભાઈ ગોધાણી, ગોરધનભાઈ ખોખાણી, લાલજીભાઈ કગથરા, સુરેશભાઈ સરસાવડીયા, યોગેશભાઈ ઘેટીયા, વિજયભાઈ ભાડજા વગેરે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને વાલીઓને લાભ લેવા મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રી ભાવેશભાઇ એલ. ભાલોડીયા તથા મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલના દિલિપભાઇ બારૈયા તેમજ રજનીકાંત પી. મેરજા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News