મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ગામના પાટિયા પાસે ડીઝલ પી ગયેલા બિહારી યુવાનનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના ઢુવા ગામના પાટિયા પાસે ડીઝલ પી ગયેલા બિહારી યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના ઢુવા ગામના પાટિયા પાસે આવેલ રામદેવ હોટલ નજીક ટ્રકમાંથી ડીઝલની ટાંકીમાંથી પ્લાસ્ટિકની પાઇપ વડે ડીઝલ ખેંચતા સમયે ડીઝલ પી ગયેલ યુવાન બેભાન થઈ ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામના પાટિયા પાસે રામદેવ હોટલ નજીક મૂળ બિહારના રહેવાસી અને ડ્રાઇવિંગનો ધંધો કરતા મન્ટુકુમાર બાલેશ્વર ચૌધરી (ઉંમર ૨૪) પોતાના ટ્રકની ડીઝલની ટાંકીમાંથી પાઇપ વડે મોઢેથી ડીઝલને ખેંચતા હતા ત્યારે ડીઝલ પી જવાના કારણે આ યુવાનને ચક્કર આવી જતાં તે બેભાન થઈ ગયો હતો જેથી તેને બેભાન હાલતમાં પ્રથમ મોરબી આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા હતા દરમિયાન સારવારમાં યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News