હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક રોમટિરિયલ્સના ધંધા માટે વ્યાજે રૂપિયા લેનારા યુવાનને બે વ્યાજખોરોએ માર માર્યો


SHARE











મોરબીમાં સિરામિક રોમટિરિયલ્સના ધંધા માટે વ્યાજે રૂપિયા લેનારા યુવાનને બે વ્યાજખોરોએ માર માર્યો

મોરબીના રવાપર રોડ ઉપર રહેતો અને સિરામિક રોમટિરિયલ્સનો ધંધો કરતો યુવાન મોરબી વાવડી રોડ પાસેથી તેનું એક્ટિવા લઈને જતો હતો ત્યારે તેના એક્ટિવમાં વ્યાજખોર તેની સાથે બેસી ગયો હતો અને ત્યાર બાદ તેને વાવડી ગામ અને ત્યાંથી બગથળા બાજુ તબેલામાં લઈ ગયા હતા અને વ્યાજની ઉઘરાણી કરીને લોખંડ તેમજ પ્લાસ્ટિકના પાઇપ વડે યુવાનને માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ જેતપર (મચ્છુ)ના રહેવાસી અને હાલમાં મોરબી રવાપર રોડ નિર્મળ સ્કુલની પાછળ સંગમ-ડી. એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૨ માં રહેતા અને સિરામિક રો.મટીરીયલનો ધંધો કરતાં મોહીતભાઇ રામજીભાઇ જાકાસણીયા જાતે પટેલ (૩૩)એ ભાવેશભાઇ હરીભાઇ બારોટ રહે. વાવડી રોડ મોરબી અને બાબાભાઇ જીવણભાઇ જીલરીયા રહે. શકત શનાળા મોરબી વાળાની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લીધેલ હતા જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચુ વ્યાજ ચુકતે કરી આપેલ હોવા છતા આરોપીઓ વ્યાજની ઉઘરાણી માટે ફોન કરતા હતા જે ફોન ફરિયાદીએ નહી ઉપાડતા આરોપીઓને સારૂ નહી લાગતા તેને આરોપી ભાવેશભાઇ હરીભાઇ બારોટએ લોખંડના પાઇપ વડે તેમજ આરોપી બાબાભાઇ જીવણભાઇ જીલરીયાએ પ્લાસ્ટિકના પાઇપ વડે આડેધડ મુંઢમાર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇ.પી.કો. કલમ-૩૨૪૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વધુમાં ફરિયાદી મોહિતભાઈ સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, તેને ધંધા માટે બંને આરોપીઓ પાસેથી કુલ મળીને બે લાખ રૂપિયા લીધા હતા અને તેનું આરોપીઓ દ્વારા ૧૫ ટકા લેખે તેની પાસેથી વ્યાજ લેવામાં આવતું હતું અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં એક કે બે ટકા નહીં પરંતુ ૧૦ થી ૪૦ ટકા સુધી વ્યાજે હેરકાયદે નાણાં ધીરધારનો ધંધો બેફામ ધમધમી રહ્યો છે તો પણ પોલીસ અને સબંધિત વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેના લીધે ગેરકાયદે નાણાં ધીરધારનો ધંધો કરનારા વ્યાજખોરો બેફામ બનેલા છે તે હક્કિત છે






Latest News