મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હે રામ: મોરબીનાં નવા જાંબુડિયા ગામે સરકારી પ્રાથમિક શાળામાંથી થાળી, તપેલા, કેરમ, બેટ વિગેરેની ચોરી


SHARE







હે રામ: મોરબીનાં નવા જાંબુડિયા ગામે સરકારી પ્રાથમિક શાળામાંથી થાળી, તપેલા, કેરમ, બેટ વિગેરેની ચોરી

હે રામ હવે તો મોરબી જીલ્લામાં સરકારી શાળા પણ સાલમત રહી નથી મોરબી તાલુકાનાં નવા જાંબુડિયા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને થાળી, તપેલા, કેરમ, બેટ અને વોલીબોલ સહિતનું ચોરી કરી ગયેલ છે જેથી કરીને શાળાના આચાર્ય દ્વારા હાલમાં શાળમાંથી ૧૦૮૩૦ રૂપિયાના મુદામાલની ચોરી કરવામાં આવી છે તેવી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ પાસે આવેલી જ્યોતિ પાર્ક સોસાયટીમાં એસ.એમ.પી. એપાર્ટમેન્ટ નં. ૨ બ્લોક નં. ૧૦૧ માં રહેતા અને નવા જાંબુડિયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નયનભાઇ હીંમતભાઇ ભોજાણી જાતે પટેલ (ઉ.૫૨)એ અજાણ્યા શખ્સની સામે નવા જાંબુડિયા પ્રાથમિક શાળામાં ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા. ૭/૫/૨૦૨૨ ના બપોરના સાડા બારથી ગઇકાલ સુધીમાં કોઈપણ સમયે નવા જાંબુડિયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના રસોડા તથા મોટરવાળા રૂમમા રાખેલ સામાનની ચોરી કરવામાં આવી છે અને તસ્કરો સ્ટીલની ૨૬૫ થાળી, ૧ કુકર, ૧ તપેલુ, પાંચ ભાતીયા, ૧ ડોયો મોટો, ૧૦ નાના ડોયા તથા ચમચા, ૧ ટીનની ડોલ, ૧ પ્લાસ્ટીકની ડોલ, ૧ ઇન્ડીયન ગેસનો બાટલો, રમતગમતના સાધનો જેમા લાકડાનુ ૧ કેરમ, ૨ લોખંડના બેડમીન્ટન પોલ, ૧ લોખંડનો વોલીબોલ પોલ, ૧ બેટ, સ્ટમ્પ, ૧ વોલીબોલ આમ કુલ મળીને ૧૦,૮૩૦ ના મુદામાલની ચોરી કરેલ છે જેથી કરીને આચાર્યની ફરિયાદ લઈને પોલીસે આઇ.પી.સી. કલમ ૪૫૪૪૫૭૩૮૦ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News