મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ગાડીમાં થયેલ નુકશાનીનું વળતર માંગતા યુવાનને છરી મારનાર સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં ગાડીમાં થયેલ નુકશાનીનું વળતર માંગતા યુવાનને છરી મારનાર સામે ગુનો નોંધાયો

મોરબીમાં વાહન ભાડે આપનારા યુવાન પાસેથી એક શખ્સે વાહન ભાડે લીધું હતું અને સેલ્ફ ડ્રાઈવમા તે ગાડી લઈને પડધરી ગયા હતા દરમ્યાન તે વાહનમાં નુકશાની આવી હતી જેથી કરીને વાહનના માલિકે નુકશાનીના રૂપિયા માંગ્યા હતા જે ગાડી લઈ જનાર આપતો ન હતો અને આ મુદે વાતચીત કરવા માટે ભેગા થયા હતા ત્યારે બોલાચાલી કરીને ગાડીના માલીકને છરીના બંને હાથમાં ઘા ઝીંકી દીધા હતા જેથી ભોગ બનેલા યુવાને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં તેને એક શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ સામેની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતો દીક્ષિત પ્રવીણભાઈ ભાલોડીયા (ઉમર ૨૯) વાહન ભાડે આપવાનો ધંધો કરેલ છે અને તા.૧૪-૫ ના રાત્રીના નવેક વાગ્યે શહેરના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી નજીક મારામારીના બનાવમાં તેને હાથના ભાગે છરી મારવામાં આવી હતી જેથી તેને સારવાર માટે સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા યુવાને મહેન્દ્રનગર ગામે રહેતા હાર્દિક ફૂલતરિયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી પાસેથી હાર્દિક ફૂલતરિયા તેની પાસેથી ગાડી નંબર જીજે.૦૪. સી.આર. ૪૨૪૯ સેલ્ફ ડ્રાઈવમાં લઈને ગયો હતો અને આ ગાડી પડધરી પાસે ઝાડ સાથે અથડાઇ હતી જેથી ગાડીમાં નુકશાની થયેલ હતી માટે ફરિયાદીએ તેની પાસે નુકશાનીના રૂપિયાની માંગણી કરી હતી ત્યારે હાર્દિક ફૂલતરિયાએ બોલાચાલી કરીને ફરિયાદીને બંને હાથમાં છરીના ઘા ઝીકિ દીધા હતા જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા પછી હાલમાં મહેન્દ્રનગર ગામે રહેતા હાર્દિક ફૂલતરિયા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.






Latest News