મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે ધારાસભ્યના દીકરાની પુણ્યતિથિએ નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે


SHARE







મોરબીના પાનેલી ગામે ધારાસભ્યના દીકરાની પુણ્યતિથિએ નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

થોડા વર્ષો પહેલા માર્ગ અકસ્માતમાં ટંકારા પડધરીના ધારાસભ્યનો દીકરો અવસાન પામેલ હતો જેથી તેની પુણ્યતિથિ નિમિત્તે મોરબીના પાનેલી ગામે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરાના દીકરા વિશાલભાઈ લલીતભાઈ કગથરાનું થોડા વર્ષો પહેલા માર્ગ અકસ્માતમાં અવસાન થયું તેની પુણ્યતિથિ નિમિત્તે મોરબીના પાનેલી ગામે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું તા ૧૮ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે અને બુધવારના રોજ સવારે ૮:૩૦ થી સાંજ ૫ વાગ્યા સુધી ગામની પ્રાથમિક શાળામાં કેમ્પ યોજાશે અને આ કેમ્પમાં આવેલા દર્દીઓને દવા પણ નિ:શુલ્ક આપવામા આવશે. જેથી કરીને પાનેલી તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા દર્દીઓને કેમ્પનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ  છે અને આ સાથે બપોરે ગામના લોકો તેમજ કેમ્પમાં આવેલા લોકો માટે પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે 






Latest News