મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ૫.૬૧ લાખની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ મહિલા સહિત બે આરોપીના બુધવાર સુધી રિમાન્ડ


SHARE







મોરબીમાં ૫.૬૧ લાખની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ મહિલા સહિત બે આરોપીના બુધવાર સુધી રિમાન્ડ

મોરબીમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા યુવાનના પિતાને જુદીજુદી સ્કીમમાં રૂપિયા રોકવા માટે લાલચવીને દિલ્હીમાં રહેતી મહિલા સહિત બે શખ્સ દ્વારા છેતરપિંડી કરવામાં આવેલ હતી જેથી યુવાને ૫,૬૧,૯૪૯ ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહિલા સહિતના બે આરોપીની ધરપકડ કરેલ હતી અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીઓના આગામી બુધવાર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીની સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ નાનજીભાઈ મકવાણાએ દિલ્હીની મધુ શર્મા અને મહમદ અરશદ નામના બે વ્યકતીની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે ૧/૧/૨૦૨૧ થી લઈને ૨૬/૪/૨૦૨૧ દરમિયાન આરોપીઓએ તેના પિતા હયાત હતા ત્યારે તેઓની સાથે ફોન ઉપર વાત કરીને જુદી જુદી સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપી હતી અને તેની સાથે વિશ્વાસ કેળવીને તેના પિતા પાસેથી ૫,૬૧,૯૪૯ રૂપિયા બેંકમાં જમા કરાવ્યા હતા જે રૂપિયા પરત નહીં આપીને ફરિયાદી તથા તેના મૃત પિતાની સાથે બન્નેએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આ ગુનામાં મધુબેન મહેશભાઇ શર્મા (૪૧રહે, બાલાજી એંકલેવ ગણપતિ સોસાયટી ગ્રેટર નોઇડા બિસરત ગાજિયાબાદ યુપી મૂળ રહે. કબીર નગર સહદરા દિલ્હી અને મહોમ્મદઅરશદરજા જમીનદાર ખાન રહે, ન્યુ અશોક નગર વસુંધરા એંકલેવ નવી દિલ્હી મૂળ ધરમાઇ દેવરિયા અલાવલ તાલુકો ઇટાવા જિલ્લો ગૌંડા યુપી વાળાની ધરપકડ કરેલ હતી અને આ બંને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે તા ૧૧ અને બુધવાર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News