મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના શિક્ષક સહિતના બહોળી સંખ્યામાં કર્મચારીઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા


SHARE







મોરબીના શિક્ષક સહિતના બહોળી સંખ્યામાં કર્મચારીઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા

ગુજરાતના કર્મચારીઓના ઘડપણનો આશરો એવી જુની પેન્શન યોજના ગુજરાત સરકાર ફરીથી દાખલ કરેએ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત આ આદોલનમાં સૌ કર્મચારીઓની જરૂર છે અને શિક્ષકોના સજજતા સર્વેક્ષણ (પરીક્ષા )ના બહિષ્કાર અને એનો બદલો લેવા સરકારે શાળામાં શિક્ષકોને  આઠ કલાક આવવાની ફરજ પાડી હતી ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કરેલા આદોલનને માતૃ શક્તિએ જ સફળતા અપાવી હતી અને ફરીથી સફળતા મળે એમાં સૌ કર્મચારીઓના સહયોગથી આજે બપોરે ૩ થી ૬ સુધી સત્યાગ્રહ છાવણીમાં વક્તાઓના વક્તવ્ય સહિત માતૃશક્તિના વિભિન્ન પ્રયત્નો નાના ભુલકાઓના વક્તવ્ય, આદિવાસી શિક્ષકોની વેદના સહિતના કાર્યક્રમો અને પેન્શન વિહોણા પરીવારના વડીલોની વાત સરકાર સુધી સમાજ દ્વારા પહોંચે એવા પ્રયત્ન કરવામાં આવશે રાષ્ટ્રપ્રેમી નાગરિકો તૈયાર કરનાર ગુરુજીઓ ૪૨ ડીગ્રી ગરમીમાં પોતાના બાળકોના સહારે  ઘડપણમાં દીવસો વિતાવવા ના પડે પેન્શનથી એમનું આયુષ્ય પુરુ થાય એ માટે ગાધીનગર આવી રહ્યા છે ત્યારે શિક્ષકો સહિતના કર્મચારીઓ ગુજરાતના ખૂણે ખૂણેથી ત્યાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લામાંથી પણ ૬૦૦ જેટલા શિક્ષકો તેમજ અન્ય ખાતાના કર્મચારીઓ ગાંધીનગર ધરણામાં ઉપસ્થિત રહી સરકાર સમક્ષ તાકાતનું દર્શન કરવશે




Latest News