મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગરના યુવાનને જાતિપ્રત્યે અપમાનીત કરીને મારી નાખવાની ધમકી: ગુનો નોંધાયો


SHARE







મોરબીના પ્રેમજીનગરના યુવાનને જાતિપ્રત્યે અપમાનીત કરીને મારી નાખવાની ધમકી: ગુનો નોંધાયો

મોરબી નજીકના પ્રેમજીનગર ગામે અગાઉ ભીમરાવનગરના સમશાનની જગ્યા બાબતે બોલચાલી થયેલ હતી જેનો ખાર રાખીને ભીમરાવનગર જવાના રસ્તે યુવાનને જાતિપ્રત્યે અપમાનીત કરી માથામાં કડુ મારીને  ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસ એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગામે આવેલ ભીમરાવનગરમાં રહેતા કાનજીભાઇ ઉર્ફે કનુભાઇ મોહનભાઇ ચાવડા (૪૩)એ હાલમાં રાજાભાઇ રતાભાઇ ગમારા રહે. પ્રેમજીનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીના ભાઇ રામભાઇ રતાભાઇ ગમારા સાથે ભીમરાવનગરના સમશાનની જગ્યા બાબતે આજથી છએક મહીના પહેલા બોલાચાલી થયેલ હતી જેનો ખાર રાખીને આરોપીએ ફરીયાદીને જાહેર જગ્યામાં લોકોની હાજરીમાં જાતિપ્રત્યે અપમાનીત કરી માથામાં કડુ મારીને  ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૬(૨) તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News