મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

આભાર મોરબી : સફળતાના ત્રણ વર્ષ - મોરબી ટુડેનો ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ


SHARE











આભાર મોરબી : સફળતાના ત્રણ વર્ષ - મોરબી ટુડેનો ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ ​​​​​

મોરબીમાં સમાચારના મધ્યમ તો ઘણા છે જેથી કરીને જીલ્લામાં કોઈપણ જગ્યાએ ઘટના કે દુર્ઘટના બને એટલે તુર્તજ બનાવની માહિતી લોકોને મળી રહે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ સમાચારના આ દરિયામાંથી સારા નહીં પરંતુ સાચા મોતી જેવા સમાચાર તેમજ માહિતી વાંચકો સુધી પહોચાડવાની નેમ સાથે આજથી ત્રણ વર્ષ પહેલા મોરબી ટુડે અખાત્રીજના દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું અને આજે અખાત્રીજના દિવસે મોરબી ટુડે ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લાના લોકોને આગામી સમયમાં પણ હરહમેશની જેમ સચોટ સમાચાર આપવા માટે અમારી ટીમ પ્રયત્નશીલ રહેશે

દેવાધી દેવ મહાદેવની કૃપા, વડીલોના આશિર્વાદ તેમજ મિત્રોના સાથ સહકાર અને પ્રોત્સાહનથી પત્રકારત્વના ક્ષેત્રમાં ધીમેધીમે કરતાં મોરબી ટુડેની સફરને આજે ત્રણ વર્ષ પૂરા થયેલ છે તે દરમ્યાન મોરબી ટુડેના વાંચકો અને વિજ્ઞાપન દાતાઓ તરફથી અભૂતપૂર્વ સાથ સહકાર મળેલ છે અને ન માત્ર આર્થિક ઉપાર્જન પરંતુ લોકોને સાચી માહિતી સમયસર મળે તેવી ભાવના સાથે આજથી ત્રણ વર્ષ પહેલા તા.૭/૫/૨૦૧૯ ને અખાત્રીજના રોજ પરશુરામ જયંતીના દિવસ મોરબી ટુડે સમાચાર માટેની વેબ પોર્ટલ શરૂ કરી હતી અને લોકોના સમયની કિંમત સમજીને આડેધડ તમામ માહિતી સીધી જ ફેંકવાના બદલે સમાચાર રૂપી દરિયામાંથી લોકઉપયોગી તેમજ લોકોને જાણવા જરૂરી હોય તેવા સમાચાર આપવા માટે અમારી ટીમ ૨૪ કલાક કાર્યરત રહે છે

મોરબી ટુડે સુધી માહિતી પહોચાડીને લોકો સુધી સમાચાર આપવામાં મધ્યમ બનેલા તમામ શુભેચ્છકો, વાંચકો સહિતનાઓના અમે અને અમારી ટીમ કાયમી ઋણી રહીશું કેમ કે, હરિફાઇના યુગમાં અમારા સમાચાર પહેલા લોકો સુધી પહોચે તે માટે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે અમોને અનેક નામી અનામી લોકોએ સહકાર આપ્યો છે અને ભવિષ્યમાં પણ તે તમામ લોકો તરફથી મોરબી ટુડેની ટીમને આવો જ સહકાર આપવામાં આવશે તેવી અમોને પૂરેપુરી અપેક્ષા છે 

આજથી ત્રણ વર્ષ પહેલા જે નીતિમત્તા સાથે મોરબી ટુડે સંસ્થાને શરૂ કરી હતી તેમાં એક ટકાની પણ બાંધછોડ કર્યા વગર મોરબી કે જેને અમોને છેલ્લા વર્ષોમાં ખૂબ જ સહકાર આપેલ છે ત્યારે અમારી ફરજના ભાગરૂપે અમો પણ મોરબીના લોકોની સમસ્યાઓને દૂર કરવા માટેના પ્રયાસોને ચાલુ રાખીશું અને તેમાં આપ સહુના સહકારની જરૂર પડશે છેલ્લા ત્રણ વર્ષમાં જે રીતે મિત્રો, શુભચિંતકો, ઉદ્યોગકારો, રાજકીય તથા સામાજીક આગેવાનો તેમજ વિજ્ઞાપન દાતાઓએ મોરબી ટુડેને સહકાર આપેલ છે તેથી સવિશેષ સહકાર ભવિષ્યમાં આપના તરફથી મળતો રહેશે તેવો અમોને વિશ્વાસ છે

હિમાંશુ ભટ્ટ

મો.૯૬૬૨૦ ૩૮૨૯૮

જીગ્નેશ ભટ્ટ

મો. ૯૪૨૭૭ ૨૧૫૪૬






Latest News