મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે એપાર્ટમેન્ટમાંથી નીચે પટકાયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના રવાપર રોડે એપાર્ટમેન્ટમાંથી નીચે પટકાયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નક્ષત્ર એપાર્ટમેન્ટમાં કામગીરી દરમિયાન બીજા માળ ઉપરથી નીચે પટકાયેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા અને ત્યાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર શેરી નંબર-૪ ની અંદર રહેતા ભાવેશભાઈ ગગુભાઈ અવાડિયા (ઉંમર ૪૦) ગત તા. ૧૨/૪/૨૨ ના રોજ સવારે નવેક વાગ્યાના અરસામાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નક્ષત્ર એપાર્ટમેન્ટ ખાતે મકાનમાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે બીજા માળેથી તે નીચે પટકાયો હતો જેથી તેને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન તા.૨૩ ના રોજ ભાવેશભાઈ અવાડિયાનું મૃત્યુ નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News