મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબી શહેર મહિલા કોગ્રેસના ઉપપ્રમુખે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડને વખોડી


SHARE







મોરબી શહેર મહિલા કોગ્રેસના ઉપપ્રમુખે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડને વખોડી

ગુજરાત રાજ્યના વડગામના ધારાસભ્ય અને દલિત સમાજના લડાયક નેતા જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી છે અને અડધી રાત્રે આસામ રાજ્યની પોલીસે એક ટીવીટના કારણે તેની ધરપકડ કરેલ છે તે ગેરકાયદેસર હોય તેને મોરબી શહેર મહિલા કોગ્રેસના ઉપપ્રમુખે વખોડી કાઢેલ છે કેમ કે, ધારાસભ્યની ધરપકડ કરવી હોય તો સ્પીકરને જાણ કરવી પડે છે અને ધરપકડ જ્યાંથી કરી હોય ત્યાંની કોર્ટમાં પહેલા રજૂ કરવા જોય અને પછી કોર્ટની મંજૂરી લઇ જ્યાં ફરિયાદ થઇ હોય ત્યાં લઇ જવાના હોય છે

વધુમાં મોરબી શહેર મહિલા કોગ્રેસના ઉપપ્રમુખ કલ્પનાબેન પરમારે જણાવ્યુ હતું કે, દલિત સમાજના નેતાની ધરપકડ કરી દલિત સમાજને ડરાવવાનો પ્રયત્ન ભાજપ સરકાર કરી રહેલ છે અને આવનારી ચૂંટણીમાં દબાવીને દલિત સમાજના મત મેળવવા માટે હવાતિયા ભાજપ કરી રહીયો છે ત્યારે દલિત સમાજ કોઇના થી કદી ડરતી નથી તે ભાજપ સમજી લે અને દલિત સમાજના નેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડને વખોડી કાઢેલ છે 






Latest News