મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ અપાવવા અંત સુધી લડી લેવા કોંગ્રેસ તૈયાર: જયંતીભાઈ પટેલ


SHARE







મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ અપાવવા અંત સુધી લડી લેવા કોંગ્રેસ તૈયાર: જયંતીભાઈ પટેલ

મોરબી જીલ્લામાં સરકારી મેડિકલ કોલેજને લઈને હાલમાં રાજકારણ ગરમ્યું છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારી મેડિકલ કોલેજની પ્રબળ માંગ સાથે ધારણા શરૂ કરવાં આવેલ છે જેમાં જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય સહિતના હોદેદારો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા અને જિલ્લાના વિદ્યાર્થીઓના હિત માટે સરકારી મેડિકલ કોલેજ મેળવવા અંત સુધી લડી લેવાની કોંગ્રેસનાં પ્રમુખે તૈયારી બતાવી છે

કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટથી ચાલતી મેડીકલ કોલજ ૨૦૨૦ માં મોરબી જિલ્લામાં મંજુર થઇ હતી. જે તે સમયે પેટા ચુંટણીમાં ભાજપે તેનો ભરપુર પ્રચાર પણ કર્યો હતો. જોકે  મોરબી જિલ્લાને ફાળવવામાં આવેલ સરકારી ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ છેલ્લી ઘડીએ તાપી જિલ્લાને ફાળવી દેવાઈ હતી. જયારે મોરબીની ખાનગી સંસ્થાને સાથે રાખી શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેની રાજકીય આગેવાનો સહિતના લોકોને સમયસર જાણ થઈ ગયેલ હોવાથી હાલમાં રાજકીય આગેવાનો સહિતના લોકો મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળે તેના માટે જોર લગાવી રહ્યા છે મોરબીના સરદાર બાગ સામે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા ધરણાં શરૂ કરવામાં આવેલ છે અને મોરબીને થયેલા અન્યાયનો વિરોધ કોંગ્રેસ દ્વારા મજબૂત વિરોધ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના હિત માટે અંત સુધી લડી લેવાની કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના હોદેદારોએ તૈયારી દર્શાવી છે અને મોરબીને જ સરકારી મેડીકલ કોલેજ મળવી જોઈએ તેવી લોકો વતી પ્રબળ માંગ કરેલ છે

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, ધારાસભ્ય મોહમદ જાવીદ પીરજાદા, પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી મનોજભાઈ પનારા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ કાવર, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબિયા, મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેન અમુભાઈ હુંબલ, રાજેશભાઇ ચૌહાણ, મહેશભાઇ રાજ્યગુરુ, ચેતનભાઈ એરવાડીયા, રમેશભાઈ રબારી, દેવેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઇ ગામી, કે.ડી.બાવરવા, અશ્વિનભાઈ વિડ્જા, મહેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઇ સરડવા સહિતના આગેવાનો છાવણીમાં હાજર રહ્યા હતા અને જ્યાં સુધી સરકારી મેડીકલ કોલજ નહી મળે ત્યાં સુધી કોંગ્રેસ વિરોધ કરશે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અંતમાં જણાવ્યું હતું.




Latest News