મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઓઇલ બનાવવાનું કારખાનું ઝડપાયું..? : ૨૫ લાખથી વધુનાં મુદામાલ સાથે બે શકમંદો પકડાયા


SHARE











મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઓઇલ બનાવવાનું કારખાનું ઝડપાયું..? : ૨૫ લાખથી વધુનાં મુદામાલ સાથે બે શકમંદો પકડાયા

અગાઉ કોરોના કાળમાં મોરબીમાંથી નકલી રેમડિસીવર ઇન્જેક્શનો પણ ઝડપાયા હતા

મોરબી એલસીબીના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે લાતી પ્લોટ શેરી નંબર-૬ માં મૂનનગર ચોકમાં રેડ કરી હતી ત્યારે ડેલામાંથી જુદી જુદી કંપનીના ડુપ્લિકેટ ઓઇલ બનાવવા માટેનું કારખાનું તથા ડુપ્લીકેટ ઓઇલ બનાવવાને લગતી સાધન સામગ્રી મળી અંદાજે રૂપિયા ૨૫ લાખથી વધુની રકમના જથ્થા સાથે હાલમાં બે ઇસમોની એલસીબી સ્ટાફ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.અત્રે નોંધનીય છે કે કોરોના કાળમાં પણ મોરબીમાંથી નકલી રેમડિસીવર ઇન્જેક્શનો સાથે બે ઇસમો મળી આવ્યા હતા.તે રીતે જ મોરબીના ઘડિયાળ તેમજ સિરામિક ઉદ્યોગમાં પણ ડુપ્લીકેટ માલ બનાવવા માટે હોડ લાગતી હોય છે અને ઝડપથી રૂપિયા કમાવાની હોડમાં લોકો ક્રાઇમ કરતાં પણ અચકાતા નથી તે નરી વાસ્તવિકતા છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી એલસીબીના સ્ટાફે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૬ માં મૂનનગર ચોકમાં આવેલ દિનેશભાઈ દલવાડીના ડેલામાં રેડ કરી હતી કે જ્યાં જુદી જુદી કંપનીઓના ડુપ્લિકેટ ઓઇલ બનાવવામાં આવતા હોવાની પોલીસને માહીતી મળી હતી.જેમા બાતમી મુજબ લાતી પ્લોટ મુનનગર વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઓઇલ બનાવવાનું કારખાનું પોલીસે પકડી પાડયુ હતુ. કારખાનામાં તપાસ કરવામાં આવતા કારખાનામાંથી જુદી-જુદી કંપનીને લગતા ડુપ્લીકેટ સ્ટીકરો અને નકલી ઓઇલ બનાવવાના સાધનો અને અન્ય જથ્થો મળી આવ્યો હતો.હાલમાં પોલીસે રૂપિયા ૨૫,૫૦,૯૯૫ ની માતબર કિંમતના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી શકમંદ તરીકે મેહુલ મહેન્દ્ર ઠક્કર જાતે લોહાણા રહે.રવાપર રોડ મોરબી અને અરૂણ ગણેશ કુંડારીયા રહે.મોરબી નામના બે ઇસમોને રાઉન્ડઅપ કરીને આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યુ છે.






Latest News