મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ચાલુ કરવા રેલી અને ધરણા યોજાયા


SHARE











મોરબી જિલ્લાના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ચાલુ કરવા રેલી અને ધરણા યોજાયા

નહિ રૂકેંગે નહીં ઝુકેંગે, લેકે રહેંગે પુરાની પેન્શનના નારા સાથે રાજમાર્ગો પર  એકાદ હજાર જેટલા કર્મચારીઓની રેલી નીકળી

નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન ગુજરાત રાજયના આહવાનના અન્વયે મોરબી જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા કલેકટર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારી કર્મચારીઓનો સંયુક્ત મોરચો નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન ગુજરાત રાજ્યના આહવાનને ધ્યાનમાં રાખી એક હજાર જેટલી સંખ્યામાં પ્રાથમિક, ઉચ્ચત્તર પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો, એચટાટ મુખ્ય શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ તાલુકા-જિલ્લા પંચાયતના, મામલતદાર અને કલેકટરની કચેરીના કર્મચારીઓ તલાટીમંત્રી રેવન્યુ તલાટી વગેરે કર્મચારીઓનો સંયુક્ત મોરચાની માંગણી અને લાગણી છે કે વર્ષ ૨૦૦૦ પછી નોકરીમાં દાખલ થયેલા કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ કરવાથી ખુબ જ આર્થિક નુકશાન ભોગવવું પડે છે.સરકારી કર્મચારીઓ ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવી સેવા નિવૃત થાય છે ત્યારબાદ એમના બુઢાપાના સહારા રૂપ જૂની પેંશન યોજના બંધ કરી દીધી હોય આ મોંઘવારીના યુગમાં નિવૃત કર્મચારીઓને જીવન વિતાવવું દોહ્યલું બની જતું હોય, તેમજ નવી પેન્શન યોજનામાં શરૂઆતમાં સી.પી.એફ. એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા ખુબ જ જટિલ હોય એકાઉન્ટ ખુલવામાં પણ ખુબજ સમય લાગે છે, વળી જ્યારે કર્મચારી નિવૃત થાય છે ત્યારે એમના કપાતના હકના નાણાં મેળવવામાં પણ ખુબજ મુશ્કેલીઓ પડે છે,આજના કર્મચારીઓ શરૂઆતમાં પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં ફરજ બજાવતો હોય નિવૃત્તિ પછી એ સમાજમાં સ્વમાનભેર જિંદગી જીવી શકે એ માટે જૂની પેન્શન યોજના પુન:સ્થાપિત કરવાની માંગણી છે.

આ વિષય રાજ્ય સરકાર હસ્તકનો હોઈ સત્વરે રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના સ્વીકૃત કરી દરેક કર્મચારીની માંગણીને સસન્માન સ્વીકારે એવી રજુઆત માટે તેમજ જૂની પેન્શન યોજના મુજબ માસિક પેન્શન લાગુ કરવા માટેની તમામ કર્મચારીઓની લાગણી અને માંગણી સરકાર સમક્ષ પહોંચાડવા માટે તા.૮ ને શુક્રવારના રોજ બપોરે ૨:૩૦ વાગ્યે સરદારબાગ શનાળા રોડ ખાતે મોરબી જિલ્લાના તમામ વિભાગના એકાદ હજાર જેટલા કર્મચારીઓ એકત્ર થયા ત્યાં બધા ચર્ચા-વિચારણા કરી ત્રણ વાગ્યે નવા બસ સ્ટેન્ડ સામેના સરદાર પટેલની પ્રતિમા અને સરદારબાગ આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર પહેરાવી રેલી બાઈક અને કાર સાથે જિલ્લા સેવા સદન જવા માટે પ્રસ્થાન કર્યું રસ્તામાં આવતી મહાનુભાવોની પ્રતિમાઓને ફુલહાર પહેરાવી રેલી સોઓરડી ખાતે પ્રતીક ધરણા કર્યા અને ૫ વાગ્યે જિલ્લા સેવા સદન ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલમાળા પહેરાવી રાષ્ટ્રીય સયુંકત મોરચાના પ્રતિનિધિઓ કલેકટરને આવેદન અર્પણ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા તમામ કાર્યકર્તાઓએ  ખુબજ જહેમત ઉઠાવી હતી.






Latest News