મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા રામકથા માટે પાલીકાએ સીટીબસ સેવાને કથા સ્થળ સુધી લંબાવી


SHARE











મોરબીના ખોખરા રામકથા માટે પાલીકાએ સીટીબસ સેવાને કથા સ્થળ સુધી લંબાવી

મોરબીના બેલા ગામે આવેલા ખોખરા હનુમાન હરીહરધામ ખાતે મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરીજીના સાનીધ્યમાં શ્રીરામકથાનું આયોજન કરાયેલ છે અને વધુને વધુ લોકો કથા રસપાન કરવાનો લ્હાવો લઇ શકે તે માટે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન તથા ચીફ ઓફીસરના સહયોગથી મોરબી નગરપાલિકા સંચાલિત બસ સેવા દ્વારા કથાસ્થળ સુધી પહોંચવા બે બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.જે બસ સવારે ૮ વાગ્યે ગાયત્રીનગર વાવડી રોડેથી ઉપડીને ૮:૧૦ વાગ્યે ભગવતીપરા, ૮:૧૫ એ માધાપર-અંબિકા રોડ, ૮:૨૦ એ રેલ્વે સ્ટેશન, ૮:૨૫ એ વીસીપરા, ૮:૩૦ એ મહારાણા પ્રતાપ ચોક, ૮:૪ ટીંબડી ગામ, ૮:૫૦ લક્ષ્મીનગર, ૮:૫૫ એ ભરતવન ફાર્મ થઇને સવારે ૯ કલાકે બસ કથા સ્થળ ખોખરા હરિહરધામ પહોંચશે.તે રીતે જ બપોરે ભોજન પ્રસાદ બાદ બપોરે ૧:૧૫ કલાકે તે જ રૂટ ઉપરથી બસ પરત મોરબી ફરશે તેમ યાદીમાં જણાવાયેલ છે.

પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર દ્રારા મ્યુઝિકલ નાઈટ

પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર ખાતે કાર્યરત લુઇબ્રેલ વાદ્યવૃન્દ ઓર્કેસ્ટ્રા ગ્રુપ દ્રારા આગામી તા.૧૭-૪ ના રોજ રાતે નવ વાગ્યે સ્વાગત હોલ રવાપર ચોકડી રવાપર રોડ મોરબી ખાતે બૉલીવુડ મ્યુઝિકલ નાઈટનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.જેમા મોરબીવાસીઓને ખાસ નમ્ર વિનંતી સાથે અપીલ કરાયેલ છેકે ગ્રુપનો ઉત્સાહ વધારવા બહોળી સંખ્યામાં હાજરી આપશો.મોરબીવાસીઓના સાથ સહકારથી જ આ કાર્યક્રમ સફળ થશે.વધુ માહિતી માટે હાતિમભાઇ રંગવાલા (મો.94299 78930) અથવા સિધ્ધાર્થભાઇ જોષી (મો.92288 97372) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News