હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ઉદ્યોગ માટે કપરો કાળ : મોરબીની સિરામિક પ્રોડક્ટની માંગમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં સતત ઘટડો


SHARE











ઉદ્યોગ માટે કપરો કાળ : મોરબીની સિરામિક પ્રોડક્ટની માંગમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં સતત ઘટડો

મોરબી સહિત દેશમાં લાખો લોકોને મોરબીનો સિરામિક ઉદ્યોગ રોજગારી આપે છે અને સરકારમાં કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે જો કે, છેલ્લા ઘણા મહિનાઓથી સિરામિક ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને હાલમાં ડોમેસ્ટિક અને ઇન્ટર નેશનલ માર્કેટમાં માલની ડિમાન્ડ સતત ઘડી રહી છે જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોના કારખાનામાં આવેલ ગોડાઉન હાલમાં તૈયાર માલથી છલકાવવા લાગ્યા છે

આજની તારીખે ચાઈના અને ઈટલીમાં જે સિરામિક ઉદ્યોગ આવેલ છે તેને મોરબીનો સિરામિક ઉદ્યોગ સીધી ટક્કર મારી રહ્યો છે તેમ છતાં પણ આ ઉદ્યોગને હુંફ મળે તેવું કોઈ આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું નથી આજે ચાઈનામાં જે ભાવે નેચરલ ગેસ ત્યાના ઉદ્યોગકારોને આપવામાં આવે છે તેના કરતાં ચાર ગણા ભાવે આજની તારીખે મોરબીના ઉદ્યોગમાં ટેક્સ સાથે નેચર ગેસની સપ્લાય કરવામાં આવે છે અને તેના ભાવમાં સતત વધારો કરવામાં આવે છે તેમજ કોલસા અને કન્ટેનરના ભાડામાં પણ તોતિંગ વધારો થયો છે જેથી કરીને ઉદ્યોગકારોને તેના યુનિટ ચાલુ રાખવા માટે ઘણી આર્થિક મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યુ હતુ કે, હાલમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધી રહ્યા છે જેના લીધે માલના દેશના કોઈ ખૂણે કે પછી વિદેશ મોકલાવવા માટે માલની કિંમત કરતાં અન્ય ખર્ચા વધી જાય છે સાથોસાથ અન્ય રીમટિરિયલ્સના ભાવમાં વધારો  થઇ રહ્યો હોવાથી સિરામિક પ્રોડક્ટની પડતર કિંમત વધી રહી છે જેથી મોરબીના ઉદ્યોગકારો ચાઈનાની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકે તેમ નથી અને એક્સપોર્ટ ઘટ્યું છે અને ડોમેસ્ટિક માર્કેટમાં માલ સપ્લાઈ થતો નથી જેથી ઉદ્યોગકારોના કારખાનામાં માલનો ભરાવો થવા લાગ્યો છે

બ્રોન્ઝ સિરામિક વાળા હસુભાઈ હાલપરા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, મોરબીની આસપાસમાં સિરામિકના લગભગ ૮૦૦ જેટલા નાનામોટા સિરામિકના કારખાના આવેલા છે જેમાં લાખો લોકોને રોજગારી મળે છે અને આ કારખાનાની અંદર બનતી સિરામિક પ્રોડક્ટને દેશમાં અને વિદેશમાં જુદા જુદા વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે જેથી સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ સિરામિક ઉદ્યોગકારો દ્વારા આપવામાં આવે છે જો કે, સિરામિક બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી તમામ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે જો કે, સિરામિક પ્રોડક્ટના ભાવમાં વધારો કરી શકાય તેવી હાલમાં પરિસ્થિતી નથી કેમ કે સિરામિક ઉદ્યોગ બાંધકામ ઉદ્યોગની સાથે જોડાયેલ છે અને હાલમાં બાંધકામ ક્ષેત્રમાં સિમેન્ટ અને લોખંડના ભાવ વધી ગયા હોવાથી મંદી છે તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે થયેલ યુધ્ધના લીધે પણ ઇન્ટર નેશનલ માર્કેટને અસર થઈ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને છેલ્લા સમયમાં આવેલા તોતિંગ ભાવ વધારાના લીધે ઉદ્યોગકારોની કમર તૂટી ગયેલ છે

મોરબીના સિરામિક ઉધોગના વળતા પાણી હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે કેમ કે, ગેસ, માટી સહિતના રોમટિરિયલ્સના ભાવમાં સતત વધારા કરવામાં આવે છે તેની સાથોસાથ મજૂરી પણ વધી રહી છે જેથી સિરામિક પ્રોડક્ટની પડતર કિંમત સતત વધી છે અને બીજીબાજુ સિરામિક પ્રોડક્ટની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા જે એક્સપોટ કરેલ છે આમ છેલ્લા ત્રણ મહિનાની જ વાત કરીએ તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોનું એક્સપોર્ટ સતત ઘટી રહ્યું છે આટલું જ નહીં લોકલ માર્કેટમાં પણ માંગ નથી જેથી ઉદ્યોગકારોને પોતાની જૂની પાર્ટીઓને ટકાવી રાખવી તો દૂરની વાત છે હાલમાં તો પોતાને માર્કેટમાં ટકવું કપરું બની ગયું છ






Latest News