મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા(મી), ટંકારા અને મોરબીમાંથી દેશી-વિદેશી દારૂ અને બીયર સાથે ત્રણ પકડાયા : બેની શોધખોળ


SHARE







માળીયા(મી), ટંકારા અને મોરબીમાંથી દેશી-વિદેશી દારૂ અને બીયર સાથે ત્રણ પકડાયા : બેની શોધખોળ

માળીયા મીયાણાની હરીપર ગોળાઈ પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી તેને પોલીસે ૭૨ બોટલ દારૂ અને કાર સહિત ૪.૩૧ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા મીયાણા તાલુકાની હરીપર ગોળાઈ પાસેથી કચ્છ બાજુથી મોરબી તરફ આવતી એસ ક્રોસ કાર નંબર જીજે ૨૭ બીએલ ૪૭૭૯ ને રોકીને પોલીસે ચેક કરતા તે કારમાંથી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૨૭ હજાર રૂપિયાની કિંમતનો ૭૨ બોટલ દારૂ તેમજ ચાર લાખ રૂપિયાની કિંમતની કાર અને ચાર હજારની કિંમતનો એક મોબાઈલ આમ કુલ મળીને ૪.૩૧ લાખ રૂપિયાના મુદામાલ સાથે પોલીસે હાલમાં નગારામ ભગવાનરામ જાટ (૨૮) રહે હાલ ભચાઉ મહારાણા પ્રતાપ સર્કલ પાસે શિવજી પાર્કની બાજુમાં અને મૂળ રહે રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તેને કારમાં કોણે ભરી આપી હતી અને મોરબી તરફ કોને આપવા માટે જતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરુ કરેલ છે. 

દેશી દારૂ 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટમાં જલાલ ચોક પાસે દારૂનું વેચાણ થતું હોવાની બાતમી એ ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૭૫ લિટર દેશી દારૂના જથ્થા સાથે અકબરભાઈ હાસમભાઇ સમા જાતે સંધિ મુસલમાન (ઉંમર ૩૫) રહે લીલાપર રોડ સરકારી આવાસ યોજનાના મકાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૩૫૦૦ ની કિંમતો દારૂ કબજે કરેલ છે અને આ આરોપીની પૂછપરછ દરમિયાન દેશી દારૂનો જથ્થો તેને દાઉદ મામદભાઇ પલેજા રહે. કાલીકા પ્લોટ મોરબી વાળાએ વેચાણ કરવા માટે આપ્યો હોવાની માહિતી સામે આવતાં તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બિયરના ટીન

ટંકારા તાલુકામાં લજાઈ ચોકડી પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના ૨૦ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે બે હજાર રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો તેમજ ૫૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૫૨,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વસીમ ઉર્ફે ભાણો અજીતભાઈ સાંજી જાતે ખલીફા (ઉમર ૨૧) રહે ટંકારા સરકારી હોસ્પિટલ સામે વાળાની ધરપકડ કરેલ છે અને આ બિયરનો જથ્થો મોરબીમાં રહેતા દિપક બુદ્ધદેવ પાસેથી લાગ્યો હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.




Latest News