મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગની માળીયામાં મિટિંગ યોજાઇ : નવા હોદેદારોની કરાઇ વરણી


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગની માળીયામાં મિટિંગ યોજાઇ : નવા હોદેદારોની કરાઇ વરણી

મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા માળીયામાં મીટીંગ રાખવામાં આવી હતી ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની સુચના અનુસાર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રમુખ અજય યાદવ આગામી ૧૦ તારીખે ગુજરાતના પ્રવાસે આવવાના હોવાથી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેન રાજુભાઈ આહીર તેમજ માળીયા કોંગ્રેસ ઓ.બી.સી શહેર પ્રમુખ નાસીરભાઈ જેડા, માળિયા શહેર પ્રમુખ ઈકબાલભાઈ જેડા, માળીયા પાલિકા પ્રમુખ હારૂનભાઈની આગેવાનીમાં મીટીંગ યોજાઇ હતી જેમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિધાનસભાની જીત અપાવીને મજબૂત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો તેમજ લોકો સુધી જનજાગૃતિ કાર્યક્રમો આપી આગામી દિવસોમાં જુદા જુદા મુદ્દાઓ જેવા કે, મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધામાં સરકાર નિષ્ફળ ગઈ છે તેના વિશે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે આ બેઠકમાં હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.




Latest News