મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારમાં કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેનની આગેવાનીમાં ગેસના વધતાં ભાવનો વિરોધ કરાયો


SHARE











ટંકારમાં કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેનની આગેવાનીમાં ગેસના વધતાં ભાવનો વિરોધ કરાયો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની સૂચનાથી ઓલ ઈન્ડિયા ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ અજયસીઘ યાદવ તા. ૧૦ ના રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસીના ચેરમેન રાજુભાઈ આહીર તેમજ ટંકારા તાલુકા ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ નિલેશભાઈ સુરેલીયાની આગેવાની હેઠળ હોદ્દેદારોની સમીક્ષા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ રાંધણગેસના ભાવમાં ૫૦ રૂપિયાનો કમરતોડ વધારો કરવામાં આવતાં આમ જનતા ઉપર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસીના ચેરમેન રાજુભાઈ આહીર તેમજ નિલેશભાઈ સુરેલીયાની આગેવાની હેઠળ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ તકે ટંકારા તાલુકા પ્રમુખ ભૂપતભાઇ ગોધાણી, મોરબી જીલ્લા મહામંત્રી રમેશભાઈ જારીયા, દુષ્યંતભાઈ ભૂત, ફિરોજભાઈ, મનસુખભાઇ વાઘેલા, હિતેશભાઈ કુંભારવાડીયા, દલસુખભાઈ, શીવાભાઈ કોળી તેમજ કોંગ્રેસના બધા હોદ્દેદારો રહ્યા હતા તેવું મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ચેરમેનના રાજુભાઈ આહીરએ જણાવ્યુ છે






Latest News