મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

ઘણી ખમ્મા મચ્છુ-૨ ડેમ: મોરબી-માળીયા તાલુકો પીવા અને સિંચાઇના પાણી માટે ઓગસ્ટ સુધી નિશ્ચિંત


SHARE











ઘણી ખમ્મા મચ્છુ-૨ ડેમ: મોરબી-માળીયા તાલુકો પીવા અને સિંચાઇના પાણી માટે ઓગસ્ટ સુધી નિશ્ચિંત

મોરબી નજીક\નો મહાકાળી મચ્છુ-૨ ડેમ હાલમાં મોરબી અને માળિયા બંને તાલુકા માટે આશીર્વાદ સમાન તેમ છે કારણ કે આ ડેમમાંથી લોકોને પીવા માટે અને ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે જો કે, ઉનાળો શરૂ થઈ ગયો છે તો પણ આજની તારીખે પણ મચ્છુ-૨ ડેમ ૭૫  ટકા ભરેલો છે જેથી કરીને ન માત્ર ઉનાળો પરંતુ આગામી ઓગસ્ટ મહિના સુધી મોરબી અને માળિયા તાલુકાના લોકોને પીવા માટે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણીની કોઈ ચિંતા નથી તેવું અધિકારીએ જણાવ્યુ છે

ગત ચોમાસા દરમિયાન મોરબીમાં ખૂબ સારો વરસાદ થયો હોવાથી સ્થાનિક જળાશયોમાં નવા નીરની વિપુલ પ્રમાણમા આવક થઇ હતી અને સ્થાનિક જળાશયો છલોછલ ભરાઇ ગયા હતા ત્યારે જો વાત કરીએ મોરબી નજીકના આવેલ મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ-૨ ડેમની તો આ ડેમ ઓવરફલો થઇ ગયો હતો અને ૩૩ ફૂટની હાઈટ ધરાવતા આ ડેમની અંદર ૩૧૦૪ એમસીએફટી પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો જે ડેમમાં આજની તારીખે પણ ૨૯ ફૂટ જેટલું પાણી ભરેલું છે જેથી કરીને ઉનાળામાં મોરબીના લોકોને પીવાના પાણીની ચિંતા તો ઠીક ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ચિંતા નથી

મોરબી નગરપાલિકા તેમજ જુદી જુદી જુદી યોજનાઓ અંતર્ગત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે તેની સાથોસાથ મોરબી તાલુકાના ૧૭ અને માળીયા તાલુકાના બે આમ કુલ મળીને ૧૯ ગામોમાં સિંચાઇ માટેનું પાણી મચ્છુ-૨ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે ત્યારે ૩૩ ફૂટની હાઈટ ધરાવતા આ ડેમમાં તેમની કુલ ક્ષમતાના ૭૫ ટકા જેટલું પાણી હાલમાં ભરેલું છે જેથી કરીને આગામી ઉનાળામાં મોરબી પંથકમાં પીવાના પાણીનો કોઈ પ્રશ્ન મચ્છુ-૨ ના કમાન્ડ વિસ્તારમાં ઉદભવે તેવું હાલમાં દેખાતું નથી

સામાન્ય રીતે ઉનાળાના છેલ્લા દિવસોમાં પીવાના પાણી માટે થઈને હોબાળા થતા હોય છે અને પાણી માટે યુદ્ધ થતા હોય તેવું જોવા મળતું હોય છે જો વાત કરીએ મોરબીની તો મોરબી માટે આશીર્વાદ સમાન આ મચ્છુ-૨ ડેમની અંદર આજની તારીખે પાણીનો જથ્થો છે પરંતુ વિતરણ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન સર્જાય તો લોકોને કોઈ ચિંતા નથી અને હાલમાં શુદ્ધ પાણી ડેમમાં હોવા છતાં પણ ઘણા વિસ્તારોમાં લોકોના ઘર સુધી દૂષિત પાણીનું વિતરણ પાલિકા દ્વારા કરવામાં આવે છે ત્યારે પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની અણઆવડતના કારણે લોકોને નાછૂટકે દૂષિત પાણીનો ઘર વપરાશમાં ઉપયોગ કરવો પડતો હોય છે જેથી કરીને હાલમાં જે કોઈ ક્ષતિઓ છે તેને દૂર કરીને પાણીની વિતરણ વ્યવસ્થા નિયમિત રીતે ગોઠવવામાં આવે તેવી લાગણી લોકોએ વ્યક્ત કરેલ છે

મોરબીના મચ્છુ ડેમની કુલ ક્ષમતા ૩૧૦૪ એમસીએફટી છે અને આજની તારીખે આ ડેમ ૭૫ ટકા ભરેલો હોવાથી પીવાના અને સિંચાઈના પાણીની કોઈ ચિંતા નથી અને વધુમાં અધિકારીના કહેવા પ્રમાણે દરરોજ આ ડેમમાંથી મોરબી નગરપાલિકા દ્વારા તેમજ જુદી જુદી જુદી યોજનાઓ હેઠળ ૭૭ એમએલડી જેટલો પાણીનો જથ્થો ઉપડવામાં આવે છે અને જો હાલમાં જેટલા પાણીનો ઉપયોગ થાય છે તેટલું જ પાણી ઉપાડવા કરવામાં આવે તો પણ આગામી ઓગસ્ટ મહિના સુધી પીવાના પાણી માટે કોઈ પ્રશ્ન ઉભો થાય તેવું હાલમાં નથી






Latest News