મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં સસરાના ઘર પાસે રામામંડળ જોવા ગયેલા યુવાનને માર મારનારની ધરપકડ


SHARE











મોરબીમાં સસરાના ઘર પાસે રામામંડળ જોવા ગયેલા યુવાનને માર મારનારની ધરપકડ

મોરબીના શનાળા ગામે રહેતો સતવારા યુવાન પોતાના સસરાના ઘર પાસે રામામંડળ જોવા ગયો હતો ત્યારે ત્યાં તેની પાસે આવીને એક શખ્સે યુવાનને બાઈકમાં બેસાડીને મોરબીના માર્કેટિંગ યાર્ડ પાસે લઇ ગયો હતો અને ફડાકા ઝીંકયા હતા આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના શકત શનાળા ગામે વાડી વિસ્તારમાં રહેતો વિનોદ કાનજી દલવાડી જાતે સતવારા (૪૯) એ પ્રહલાદસિંહ અર્જુનસિંહ દરબાર સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે પોતે પોતાના સસરાના ઘર પાસે રામામંડળ જોવા માટે ગયો હતો ત્યારે ત્યાં પ્રહલાદસિંહ આવ્યા હતા અને 'મારા પપ્પાને તમારું કામ છે' તેમ કહીને બાઈકમાં બેસાડીને માર્કેટિંગ યાર્ડ લઈ ગયા હતા જ્યાં 'ઉછીના આપેલા પૈસા ક્યારે આપવા છે..?' તેમ કહ્યું હતું જેથી વિનોદભાઈએ કહ્યું હતું કે હાલ મારી પાસે નથી થશે એટલે આપી દઇશ.તેથી ગાળાગાળી કરીને ધમકી આપ્યા બાદ પ્રવિણસિંહે વિનોદભાઈને ફડાકા ઝીંકી દીધા હતા જેથી વિનોદભાઈએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હાલમાં પ્રહલાદસિંહ અર્જુનસિંહ ઝાલા જાતે દરબાર (૨૧) રહે.ગુ.હા.બોર્ડ શનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ રોડ ઉપર રહેતો કનૈયાભાઈ અમૃતભાઈ ચાવડા નામનો ૨૬ વર્ષીય યુવાન મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ નજીક ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો બનાવની જાણ થતાં તપાસ અધિકારી વિપુલભાઈ ફુલતરીયા તથા રાઇટર રવિભાઈ મીયાત્રાએ જઈને તપાસ શરૂ કરી હતી.જ્યારે કચ્છના ભચાઉ તાલુકાના વાંઢીયા ગામના રહેવાસી ગીતાબેન ભીમાભાઇ આહિર નામની ૩૦ વર્ષીય મહિલાએ તેના ઘેર ફિનાઇલ પી લેતા તેણીને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જેથી તપાસ કરવામાં આવતા પોલીસ તપાસ દરમિયાન ખૂલ્યું હતું કે, ગીતાબેનના છુટાછેડા થયા બાદ હાલ તેઓ પોતાના માવતરને ત્યાં રહેતા હોય અને ભાઈ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હોય તે વાતનું મનમાં લાગી આવતા તેણીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલા મચ્છુનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ પ્રેમજીભાઈ ઈન્દ્રાણી નામના ૬૯ વર્ષીય વૃદ્ધ કંડલા બાયપાસ અમી પેલેસ નજીકથી જ્યુપિટર લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું સ્કૂટર સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત રમેશભાઈને સારવાર માટે અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે માળીયા મિંયાણા તાલુકાના મોટી બરાર ગામના રહેવાસી અમરબેન મીઠાભાઈ મુછડીયા નામના ૮૦ વર્ષીય વૃદ્ધા ઘર પાસેથી પગપાળા જતા હતા ત્યારે કોઈ બાઇક ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત અમરબેન મુછડીયાને સારવાર માટે મોરબીની મધુરમ હોસ્પીટલે ખસેડાયા હતા.






Latest News